Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીમાં પણ મમતા બેનર્જીનો દબદબો યથાવત
નવી દિલ્હી તા. ૪: આજે બપોર સુધીનો ટ્રેન્ડ જોતા એક વાગ્યા સુધી પણ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપ પણ ડબલ ડિજીટમાં છે, તેથી અત્યારે મિશ્ર વલણો જોવા મળી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીની વચ્ચે ટીએમસીની લહેર જોવા મળી રહી છે. અહીં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. તો જાણો રૃઝાનોમાં કોણ આગળ જોવા મળી રહ્યું છે અને કોણ પાછળ રહી શકે છે. દેશમાં લોકસભા ચૂંટણી ર૦ર૪ ની વોટની ગણતરી ચાલી રહી છે. પ.બંગાળમાં મમતા દીદીનો જાદુ જોવા મળી રહ્યો છે. ભાજપના તમામ દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પોતાની સીટ બહરામપુરાથી આગળ ચાલી રહ્યા છે.
પ.બંગાળની ૪ર બેઠકોની વાત કરીએ તો સીએમ મમતા બેનર્જીની ટીએમસી આગળ ચાલી રહી છે. મતગણનાની શરૃઆતમાં ટીએમસી ૩૦ સીટ પર આગળ હતી. જ્યારે ભાજપને ૧૦ સીટમાં લીડ હતી. કોંગ્રેસ ર સીટથી આગળ ચાલી રહી છે. ટીએમસી ઉમેદવાર અને બોલિવૂડ એકટર શત્રુધ્નસિન્હા પણ પાછળ ચાલી રહ્યા હતાં. બપોરે ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે પણ તૃણમૃલ આગળ હતી.
પ.બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે. તેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં મળતો જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી ર૦૧૯ ની વાત કરીએ તો આ સમયે અહીં રર સીટ પર ટીએમસી, ૧૮ સીટ પર બીજેપી અને ર સીટ પર કોંગ્રેસ જીતી હતી. બપોરે એક વાગ્યાની સ્થિતિએ ભાજપ ડબલ ડિઝિટમાં હોવાથી મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial