Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખામાં ચાલતી પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પા.પા. પગલી અંતર્ગત 'બાલક પાલક સર્જન' કાર્યક્રમનું આયોજન જામનગરની તમામ આંગણવાડીઓમાં કરવામાં થયું હતું.
આ કાર્યક્રમમાં બાળ દિવસનાના ભાગરૃપે ૩ થી ૬ વર્ષના અને ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને આંગણવાડીમાં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. જેમાં બાળકોના વાલીઓ પાસે છાપકામ, ચિત્રકામ, મણકા પોરવણી વિગેરે જેવી રમત-ગમત તથા મનોરંજનની પ્રવૃત્તિ કરાવી હતી. તદુપરાંત બાળકોના ૬ વિકાસના પાસા જેવા કે શારીરિક, બૌદ્ધિક, માનસિક, સર્જનાત્મક, ભાવાત્મક અને રચનાત્મક વિશે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભૂલકાઓ, વાલીઓ, આંગણવાડીના કાર્યકરો, બહેનો ઉપસ્થિત રહ્યા હતાં તથા આ કાર્યક્રમનું સૂચારૃ અને સફળતાપૂર્વક આયોજન ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી તથા પા પા પગલીના જિલ્લા અને ઘટકના પીએસસી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial