Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજ૫ ૩૭ અને ઈન્ડિયા ગઠબંધન ૪૦ બેઠક પર આગળ
નવી દિલ્હી તા. ૪: લોકસભાની ચૂંટણીમાં વિજયને ઉત્તરપ્રદેશમાં જબરો ફટકો પડતા હવે મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ રહેશે કે કેમ...? તેની ચર્ચા શરૃ થઈ ગઈ છે.
ભારતમાં સૌથી વધારે લોકસભાની સીટ ધરાવતા ઉત્તરપ્રદેશથી દિલ્હીની સત્તાનો માર્ગ છે ત્યારે ઉત્તરપ્રદેશ ૮૦ લોકસભા સીટો પર સૌની નજર છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે એકતરફી પ્રદર્શન રહ્યું હતું. ૨૦૧૪માં ભાજપે ૭૧ બેઠક જીતી હતી. જ્યારે ૨૦૧૯માં ૭૮ બેઠક જીતી હતી. ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠક પર મતગણતરી ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ગઈ ચૂંટણી કરતા નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. જેમ જેમ મતગણતરીનો તબક્કો આગળ વધી રહ્યો છે તેમ તેમ એનડીએ ગઠબંધનને ભારે નુકસાન થઈ રહ્યું છે. જ્યારે આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધનની ભાગીદારીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિ સારી છે. સવારે ૧૨ વાગ્યાના આંકડાના આધારે એનડીએ ૩૭ પર આગળ છે અને આઈ.એન.ડી.એ. ગઠબંધન ૪૦ બેઠક પર આગળ છે જેમાં સમાજવાદી પાર્ટી ૩૩ બેઠક અને કોંગ્રેસ ૭ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે. ખાસ વાત એ છે કે, નગીના બેઠક પર આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ ચૂંટણી લડી રહ્યા છે. જો અહીં ભાજપને લોકસભામાં ઈન્ડિયા ગઠબંધન કરતા ઓછી બેઠક મળે તો યુ.પી.ના મુખ્યમંત્રીપદેથી યોગીના મુખ્યમંત્રીપદ પર તલવાર લટકી રહી હોવાની ચર્ચા થવા લાગી છે.
યુપીમાં હાઈપ્રોફાઈલ બેઠકો પર દેશની રાજનીતિના મહાનુભાવો ચૂંટણી લડી રહ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહની લખનઉ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની અમેઠી, રાહુલ ગાંધીની રાયબરેલી, સપા પ્રમુખ અખિલેશ યાદવની કન્નોજ, ડિમ્પલ યાદવની મૈનપુરી, ભોજપુરી અભિનેતા રવિ કિશનની ગોરખપુર વગેરે બેઠકનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial