Advertisement
Author: નોબત સમાચાર

ભાજપનું ટેન્શન વધારશે કોંગ્રેસનું એક્શનઃ જેડીયુ-ટીડીપી બનશે કિંગ મેકર?

સોનિયા ગાંધીએ કેન્દ્રમાં સરકાર રચવા માસ્ટર પ્લાન બનાવ્યો?

નવી દિલ્હી તા. ૪: આજે બપોરે એક વાગ્યા સુધીનો ટ્રેન્ડ જોતા એનડીએને અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ થઈ રહેલું નુક્સાન જોતા જેડીયુ-ટીડીપી કિંગમેકર બની શકે છે. સોનિયા ગાંધીએ આ પ્રકારનો કોઈ માસ્ટરપ્લાન બનાવ્યો હોવાની ચર્ચા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ બની રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધીના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપાલ એનડીએના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે. આ નેતાઓમાં જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ છે. એવું કહેવાય છે કે ટીડીપીને આઈએનડીઆઈએ ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે.

અત્યાર સુધીના વલણો પ્રમાણે ભાજપને ર૪ર અને એનડીએને કુલ ૩૦૦ જેટલી બેઠક મળી રહી છે. આ સ્થિતિમાં આગામી સરકાર રચવામાં ગઠબંધનના સાથી પક્ષોની ભૂમિકા અત્યંત મહત્ત્વની સાબિત થશે. બિહારની ૪૦ લોકસભા બેઠક પૈકી ૧પ પર જેડીયુ જીત તરફ છે, તો ભાજપને ૧ર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને પાંચ બેઠક મળી શકે છે. એવી જ રીતે આંધ્રપ્રદેશની રપ લોકસભા બેઠક પૈકી ૧૬ પર ટીડીપી જીત તરફ છે, જ્યારે વાયએસઆરપીને ચાર બેઠક અને ભાજપને ત્રણ બેઠક મળી શકે એમ છે.

મહારાષ્ટ્રમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરિફાઈ છે, કારણ કે અહીંની ૪૮ લોકસભા બેઠક પૈકી ભાજપ ૧ર અને કોંગ્રેસ ૧૧ બેઠક પર આગળ છે, તો શિવસેના (ઉદ્ધવ જુથ) પણ નવ અને એનસીપી (શરદ પવાર) પણ સાત બેઠક પર આગળ છે.

જો આ વલણો આખરી ચૂંટણી પરિણામોમાં તબદિલ થશે તો કોંગ્રેસ માટે પણ અન્ય પક્ષોની મદદથી સરકાર રચવાની તક મળશે. આ જ કારણસર કોંગ્રેસે બિહાર, આંધ્રપ્રદેશ અને શિવસેના-એનસીપીનો સંપર્ક કરવાનું શરૃ કરી દીધું છે. વળી, આ પક્ષો વિપક્ષી ગઠબંધનનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. આ સંજોગોમાં આગામી સરકાર કોણ અને કેવી રીતે બનાવશે તે જોવું રસપ્રદ બની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh