Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે
જામનગર તા. ૪: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી ખાવડીમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અને ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા હતાં. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં મોટી ખાવડીમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અને ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયુું હતું. તા. ૩૧ મે, ર૦ર૪ ના દિવસે વિશ્વભરમાં યોજાતા તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોટી ખાવડી સમાજવાડીમાં જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો કુલ ૧૦૮ લોકોએ લાભ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન તળે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૃપે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં નિયમિતપણે આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, સ્ત્રી કેળવણી અને સશક્તિકરણ સહિતના અનેક કાર્યક્રમો યોજાતા રહે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવ્સ નિમિત્તે ડેન્ટલ સર્જનોની ટીમે વ્યસનની રીતો, તમાકુ અને ધૂમ્રપાનથી સ્વાસ્થ્ય માટેના જોખમો, મોઢાના કેન્સરના લક્ષણો, તમાકુ કે ધૂમ્રપાન કેવી રીતે છોડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડેન્ટલ કોલેજના મોઢા તથા દાંતના વિવિધ રોગો અને તેને રોકવાના ઉપાયોની જનજાગૃતિ માટેના બેનરો અને પોસ્ટરોનું પ્રદર્શન ગોઠવી તે અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મોઢાના કેન્સર અને તેના નિવારણ અંગે જાગૃતિ પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે મોઢાના કેન્સરની તપાસ પણ કરવામાં આવી હતી અને જરૃરી જણાય તેમને કાઉન્સેલિંગ અને યોગ્ય દવાઓ આપવામાં આવી હતી. જે દર્દીઓને ઓરલ સબમ્યુકોસલ ફાઈબ્રોસિસ, લ્યુકોપ્લાકિયા હોવાનું નિદાન થયું તેમને ડેન્ટલ હોસ્પિટલમાં ફોલોઅપ માટે સલાહ આપવામાં આવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની ઝુંબેશ અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરી ગ્રામજનો તેમજ અલ્પશિક્ષિત અને શ્રમજીવી વર્ગના લોકોને વ્યસનોથી મુક્ત કરવા અને મોઢાના કેન્સર જેવા જીવલેણ રોગથી બચાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial