Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કારખાનેદારના પત્નીએ અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસો

બેભાન હાલતમાં મળી આવેલા યુવાનનું મૃત્યુઃ

જામનગર તા. ૪: જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા એક પરિણીતાએ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે જી.જી. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરૃષનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મયુર બાગની શેરી નં.૪માં રહેતા પ્રતિકભાઈ યોગેશભાઈ મુંગરા નામના કારખાનેદારના પત્ની ડેન્સીબેન (ઉ.વ.૨૧)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની પતિ પ્રતિકભાઈને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે ડેન્સીબેનને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે પ્રતિકભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા રેડિયોલોજી વિભાગ પાસેથી ગઈકાલે સવારે પાંત્રીસેક વર્ષના એક અજાણ્યા પુરૃષ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજતા ડોકટર જે.કે. ગજેરાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh