Advertisement
Author: નોબત સમાચાર

ઈન્દોરમાં મતદારોએ નોટામાં ૧.૧૮ લાખથી વધુ મતો આપી દર્શાવી નારાજગીઃ ખળભળાટ

કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર પાછું ખેંચતા

ભોપાલ તા. ૪: આશ્ચર્યજનક રીતે ઈન્દોરમાં નોટા અને બીજેપીના ઉમેદવાર વચ્ચે ટક્કર જોવા મળી અને નોટાને ૧,૧૮,૭૪૮ વોટ મળ્યા છે, તેથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે નામાંકન પાછું ખેંચ્યું હતું, તેની સામે મતદારોએ આ રીતે નારાજગી દર્શાવી છે.

મધ્યપ્રદેશનું ઈન્દોર મધ્ય પ્રદેશની રાજનીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ લોકસભા ચૂંટણી ર૦ર૪ માં સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સંપૂર્ણપણે ઠંડી હતી. આનું કારણ એ છે કે પરિણામ કદાચ બધા જાણે છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે અણધારી રીતે ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીની સામે મેદાન ખાલી હતું જો કે, કોંગ્રેસે ભાજપને પાઠ ભણાવવા ઉદ્દેશ્યથી અહીં નોટા માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. કદાચ આ જ કારણ છે કે ચાલી રહેલા મતગણતરી રાઉન્ડમાં નોટાને ખૂબ જ વોટ મળી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામનું નામાંકન પાછું ખેંચ્યા બાદ કોંગ્રેસે અહીં નોટાનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી જેના માટે કોંગ્રેસે પ્રચાર પણ શરૃ કર્યો હતો. આજે ઉભરી રહેલા વલણો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નોટા ઈન્દોરમાં મોટો રેકોર્ડ બન્યો છે. ચૂંટણીપંચના વલણો અનુસાર, ભાજપના શંકર લાલવાણી, ૭ લાખની નજીક પહોંચ્યા હતા અને ૬,૯૭,૮૮પ મતોથી આગળ છે. નોટા પણ એક લાખને પાર કર્યા છે. અને ૧,૧૮,૭૪૮ વોટ મળ્યા છે.

ઈન્દોરમાં નોટા અભિયાનની શરૃઆત કર્યા બાદ કોંગ્રેસ દાવો કર્યો હતો કે નોટા ઈન્દોરમાં ઓછામાં ઓછા બે લાખ વોટ મેળવીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવશે તમને જણાવી દઈએ કે ઈન્દોરમાં ૧૩ મે ના રોજ કુલ રપ.ર૭ લાખ મતદારોમાંથી ૬૧.૭પ મતદારો હતા. આ ચૂંટણીમાં કુલ ૧૪ ઉમેદવારોએ મતદાન કર્યું હતું પરંતુ રાજકારણના સ્થાનિક સમીકરણોને કારણે મુખ્ય મુકાબલો ઈન્દોરના વર્તમાન સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર શંકર લાલવાણી વચ્ચે હતો.

નોટાને અત્યાર સુધીમાં પ૧,૬૬૦ વોટ મળવાનો રેકોર્ડ છે. તમને જણાવી દઈએ કે ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ સીટ પર નોટાને સૌથી વધુ વોટ મળ્યા છે. ત્યારબાદ આ વિસ્તારના પ૧,૬૬૦ મતદારોએ નોટાને પસંદ કર્યું હતું અને નોટાને કુલ મતોના પાંચ ટકા જેટલા મત મળ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh