Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ીજીવીસીએલનો દાવો
જામનગર તા. ૪: જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર લગાવીને સરખામણી કરતા બન્નેના રીડીંગ સરખા નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, જામનગરના ૧પ ગ્રાહકો દ્વારા નવા સ્માર્ટ મીટરની સાથે જુના મીટર લગાવીને પણ રીડિંગ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગર શહેરમાં વિજ તંત્રના સ્માર્ટ મીટર મૂકવા બાબતે અસમંજસ ચાલતો હોવાથી જામનગર પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા લીમડાલેન વિસ્તારમાં જુદા જુદા બે ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ મૂકીને વિજ વપરાશ યુનિટની સરખામણી કરવામાં આવી હતી, અને બંનેના યુનિટ એક સરખા નોંધાયા છે. આ જ પ્રકારની વ્યવસ્થા જામનગર શહેરમાં અલગ અલગ પંદર જેટલા વીજ ગ્રાહકોને ત્યાં ગોઠવવામાં આવી છે, અને નવા સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર લગાવીને વિજ વપરાશ ના યુનિટ ની સરખામણી કરવામાં આવી રહી છે. અન્ય કોઈ ગ્રાહકો આ સુવિધા ચાલુ રાખવા માંગતા હોય તો તે અંગેની પ્રક્રિયા પણ થઈ રહી છે.
જામનગર શહેરમાં તારીખ ૨૦.૫.૨૦૨૪ ના રોજ લીમડા લાઈન માં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી પીજીવીસીએલને રજૂઆત મળતા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો. જેમાં સ્માર્ટ મીટરની સાથે અગાઉના જેમ જ ડિજિટલ મીટર પણ કમ્પેર કરવા માટે લગાડવામાં આવેલ હતું.
નાયબ ઇજનેર અજય પરમાર ને આ બંને મીટરના કંમ્પેર કરીને મેળવેલ ડેટા અંગે પૂછતાં તેમના દ્વારા વિગત જાહેર કરવામાં આવેલી છે. આ વિગત મુજબ સ્માર્ટ મીટર તથા ડિજિટલ મીટર બંને ના વીજ નોંધણીમાં કોઈ જાતનો ફરક આવેલો નથી. તેમજ જે જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવેલું છે, તેના ડેટા પણ ગ્રાહકને દર્શાવવામાં આવેલા હતા, અને તેઓ પણ આ વાતથી સહમત થયા હતા. લોકોમાં જાગૃતતા ફેલાય તથા સાચી માહિતી મળી રહેઝ તે માટે સેન્ટ્રલ પેટા વિભાગ દ્વારા આ રીતે કમ્પેર કરવા માટે આશરે ૧૫ જેટલા ગ્રાહકોના વિજ જોડાણમાં બીજું ડિજિટલ મીટર મૂકીને લોકોની ગેરસમજ ને દૂર કરવા પ્રયત્નો કરેલા છે.
આ જ રીતે લીમડા લાઈન માં આવેલ એક એપાર્ટમેન્ટ માં આવેલ ગ્રાહક શ્રી ડોકટર ગાંધી ના ઘરે પણ સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર કમ્પેર કરવા મૂકવામાં આવેલ હતું, જેમના ડેટાની વિગત પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં પણ બંને મીટર ના વીજ વપરાશની નોંધણીમાં કોઈ ફરક ન હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ના કારણે લોકોમાં વિરોધ વ્યાપક બન્યો છે, અગાઉ સ્માર્ટ મીટર લાગ્યા પહેલાંનું જે કોઈ લેણું બાકી રકમ હતી તેનું દરરોજના હિસ્સામાં ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવતું, અને જેના કારણે દરરોજ નિયત સમયે આ રકમ બેલેન્સ માંથી કપાત કરવામાં આવતી હતી, અને જેના કારણે ગ્રાહકોમાં આ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલે છે, તેવી ગેરસમજ ઊભી થયેલી છે, જે બાબતે વડી કચેરીઓ દ્વારા આ રકમ ભરપાઈ કરવા માટે અલગથી વિકલ્પ આપવામાં આવશે, તેવું વિચારણા હેઠળ છે.
તેમજ સ્માર્ટ મીટર માં અગાઉથી રિચાર્જ કર્યા બાદ વીજ વપરાશ ચાલુ થશે, તેવી જોગવાઈ હતી એ નિયમો માં પણ ફેરફાર કરવામાં આવેલા છે, અને પહેલાની જેમ જ માસિક બિલ પદ્ધતિથી ગ્રાહક પોતાનો વપરાશ મુજબનું બિલ રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર તથા મોબાઈલ એપ્લીકેશન મારફતે મેળવી પહેલાની જેમ જ બિલની નિયત અવધિમાં ભરપાઈ કરી શકે છે. અને એડવાન્સ માં રિચાર્જ કરવાની જરૃરિયાત ફરજિયાત રહેશે નહિ.
વીજ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર માટે હળવા નિયમો લાગુ
જામનગર તા. ૪: ગુજરાતમાં સ્માર્ટ મીટર સંદર્ભમાં વીજ ગ્રાહકો ની ગેરસમજ દૂર કરવાના પગલે લેવાયેલા નિર્ણયો પૈકી હવે સ્માર્ટ મીટરમાં હવે અગાઉની જેમ જ માસિક બિલ તથા તે ભરપાઈ કરવા માટે સામાન્ય બિલની જેવીજ પ્રક્રિયા તથા તે મુજબની અવધિ ના વિકલ્પો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક હશે, તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે. જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય. સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજવપરાશના યુનિટ પોતાની મોબાઇલ એપ્લીકેશન પર જોઈ શકશે.
સ્માર્ટ મીટર ધારકને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઇલ એપ્લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે જેની ચુકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રીયા મુજબ નિયત સમય આપવામાં આવશે. જે સ્માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે, તો પણ તેને ડિસ્કનેકશન કરવામાં આવશે નહિ. અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે, તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વિજ તંત્ર દ્વારા આટલા નિયમો હળવા કરીને વીજ ગ્રાહકોના હિતમાં બદલાવ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial