Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આવતીકાલે
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકા બજેટ ર૦ર૩-ર૪ માં જનરલ બોર્ડમાં કરાયેલ સૂચન મુજબ 'હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ' એ સૂત્ર સાર્થક કરતા 'વિશ્વ પર્યાવરણ દિન'ની ઉજવણી નિમિત્તે તા. પ-૬-ર૦ર૪ ના જામનગર મહાનગરપાલિા તથા ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ ઓફિસર (વિતરણ) ની કચેરીના સંયુક્ત ઉપક્રમે સિવિલ વેસ્ટ ઝોન, ટી.પી. સ્કીમ નં. ૧, ફાઈનલ પ્લોટ નું. ૧૦ર, સોનલનગરમાં વૃક્ષારોપણ તથા વિતરણનો કાર્યક્રમ તથા પર્યાવરણ પ્રેમીઓને પ્રતિ વ્યક્તિ એક વૃક્ષના રોપાનું 'નિઃશુલ્ક' વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યમાં ફાઈનલ પ્લોટ નં. ૧૦ર મા વાવેતર થનાર વૃક્ષોની જાળવણી શ્રી રામચંદ્ર મિશન ટ્રસ્ટ-જામનગર દ્વારા કરવામાં આવનાર છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઘનિષ્ઠ વનિકરણની ઝુંબેશ હેઠળ તા. પ-૬-ર૦ર૪ થી તા. ૩૧-૭-ર૦ર૪ સુધીમાં અંદાજીત ૩૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. 'વિશ્વ પર્યાવરણ દિન'ની ઉજવણીના ભાગરૃપે શહેરના ગુર્જર સુથારની વાડી (ગાંધીનગર મેઈન રોડ), મહાકાળી સર્કલ (એરડ્રામ રોડ), પ્રદર્શન ગ્રાઉન્ડ (સાત રસ્તા સર્કલ પાસે), સંગમ બાગ (રણજીતસાગર રોડ), ગુલાબનગર સીવીક સેન્ટર), ખંભળિયાનાકા પાસે (માધવરાયના મંદિર પાસે) તથા ટી.પી. સ્કીમ નં. ૧, ફાઈનલ પ્લોટ નં. ૧૦ર માં, તળાવની પાળ ગેઈટ નં. ૧, વિરલબાગ, અન્નપૂર્ણા મંદિર ગેઈટ લાલવાડી પાસે સવારે ૧૦ કલાકથી બપોરે ૧ કલાક સુધી તથા સાંજે ૪ કલાકથી સાંજના ૬ કલાક સુધી વૃક્ષોમાં રોપાનું નિઃશુલ્ક વિતરણ વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવનાર છે.
જામનગર શહેરની વૃક્ષ પ્રેમી જનતા બહોળા પ્રમાણમાં લાભ લે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ સિટી એન્જિનિયર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial