Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૪: નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા પ્રતિવર્ષ ટોલના દરમાં વધારો કરવાનો નિયમ કરાયો હોય તેની અમલવારી રૃપે પાંચ ટકા દર વધારો કરતા ખંભાળિયાના ધરમપુર-દાંતા ટોલ પ્લાઝા તથા દ્વારકા પાસ ઓખામઢી ટોલ પ્લાઝામાં કારના ૧૦૦ રૃપિયા હતાં તે ૧૦પ થયા છયે. માસિક પાસમાં પણ ૩૩૦ ના બદલે ૩૪૦ થયા છે. એ જ રીતે મોટા વાહનો/ભારે વાહનોમાં પણ પાંચ ટકાનો વધારો થયો છે.
જો કે, સામાન્ય વપરાશકાર વિચાર કરતો થયો છે કે જે તે ટોલનાકા તો ખાનગી કોન્ટ્રાક્ટરોને અમુક વર્ષ માટે ફીક્સ ચાર્જથી આપી દેવાય છે, તો પછી તેના દરમાં વધારો કરીને વર્ષે કરોડોની આવક ખાનગી કોન્ટ્રાક્ટરોને વધારો કરવાનો હેતુ શું? આ યોજના જ્યારે સરકાર પાસે નાણાની તંગી હતી ત્યારે અમલમાં આવેલી, જેનું નામ 'બનાવો ચલાવો સોંપી દો' હતું. ખાનગી કંપની રોડ બનાવે, તેની વસૂલાત માટે અમુક વર્ષ ટોલ લે પછી સરકારને સોંપી દે પણ સરકારને સોંપે એટલે સરકારનું ખર્ચ વસૂલ થઈ ગયું. વળતર મળી ગયું...પણ... આમ છતાં ચોટીલા, બગોદરા જેવા ટોલનાકા પર કાર સિવાય તમામ પાસે ટેક્સ ટોલ લેવાય છે તે પણ આશ્ચર્યની વાત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial