Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોકસભા બેઠક પરથી પૂનમબેન માડમનો વિજયઃ હેટ્રિક

પ્રારંભમાં કોંગ્રેસના જે.પી. મારવિયા આગળ હતા અને બે-ત્રણ રાઉન્ડ સુધી રસાકસી હતી, પરંતુ પછી પૂનમબેને સરસાઈ મેળવી લીધીઃ

જામનગર તા. ૪: આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧ર-જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ સતત ત્રીજી વખત જંગી સરસાઈથી વિજેતા થયા છે.

આજે સવારે ૮ વાગ્યાથી હરિયા કોલેજમાં ૧ર-જામનગર લોકસભા બેઠકની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૃઆતના બે-ત્રણ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. એક તબક્કે શરૃઆતમાં કોંગ્રેસના ઉમેદવાર સરસાઈ ધરાવતા હતાં પણ ત્યારપછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખી દીધા હતાં.

જામનગર બેઠક પણ રૃપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી.

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે તેમના નામની પાર્ટીએ જાહેરાત કરી ત્યારથી પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી દિવસરાત સમગ્ર હાલારના બન્ને જિલ્લામાં સઘન અને ઝંઝાવાતી પ્રવાસ-પ્રચાર કર્યો હતો. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ બોર્ડ પ્રમુખ, પેઈજ પ્રમુખ સુધીના નાનામાં નાના કાર્યકરોએ પણ તનતોડ મહેનત કરી હતી. આ ઉપરાંત ભાજપ શાસિત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યોએ પણ ભાજપના પ્રચારમાં કોઈ કચાશ છોડી નહતી.

જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાનો પ્રચાર જાણે શૂન્ય જેવો રહ્યો હતો. ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની-મોટી સભા યોજાઈ હતી. કોઈ મોટા નેતા આવ્યા ન હતાં તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતાં. આમ ભાજપના સંગઠન, પૂનમબેન માડમની વ્યક્તિગત લોકપ્રિયતા, ઝંઝાવાતી પ્રચાર, ન.મો.ની સભા વગેરે પરિબળોએ જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો.

જામનગર લોકસભા બેઠકના મત ગણતરીના અંતિમ અહેવાલ પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ૬,૦૪,૩૯૮ મત અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને ૩,૭૫,૯૭૯ મત મળ્યા હતાં. જેથી પૂનમબેન માડમ ૨,૨૮,૪૧૯ ની સરસાઈથી આગળ વધી રહ્યા છે. જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ ભાજપની હેટ્રીક કરવા આગેકૂચ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ સાથે એનડીએની સરકાર પણ સતત ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરે તેવા પરિણામો આવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh