Advertisement
Author: નોબત સમાચાર

ફિશીંગ માટે દરિયામાં જવા પર બે મહિના સુધી પ્રતિબંધોઃ તા. ૧લી ઓગસ્ટથી સિઝનનો આરંભ

સલાયા બંદરે લંગરાઈ અસંખ્ય ફિશીંગ બોટ

સલાયા તા. ૪: સરકાર દ્વારા દર વર્ષે એક જૂનથી ફિશીંગ માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે, જે પ્રતિબંધ તા. ૧લી ઓગસ્ટના ખૂલે છે. આ બે મહિના માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ હોય છે.

સલાયા બંદરે પણ ફિશીંગ બોટો મોટી સંખ્યામાં લંગારવામાં આવી છે. આ બે મહિનાના સમય દરમિયાન વરસાદી વાતાવરણ હોય, દરિયામાં જવું જોખમી હોય છે. આ સમય માછલીઓ માટે પ્રજ્જનનો સમય હોય છે.

આ સીઝન દરમિયાન સલાયામાં ફિશરમેનો પોતાની બોટ રીપેર કરે છે અને આવનારી નવી સિઝન માટે તૈયાર કરે છે. આમ બંદર ઉપર બોટોના ઢગલા ખડકાઈ ગયા છે. આ બે માસના સમયમાં સલાયામાં વસતા ફિશરમેન પોતાના પરિવારના સામાજિક કાર્યો જેવા કે લગ્ન, સગાઈ વિગેરે કરે છે. તેમજ મકાનમાં રીપેરીંગ કામો પણ મોટી સંખ્યામાં થાય છે. જો કે, બે માસના સમય માટે ફિશીંગ બંધ હોવાથી નાના ફિશરમેન ભાઈઓને થોડી આર્થિક તકલીફો પણ રહે છે. ગઈ સિઝન ફિશીંગ માટે થોડી નબળી રહી હોવાથી ફિશરમેન ભાઈઓ ચિંતિત છે. સલાયામાં આ સમયને આખરનો સમય કહેવામાં આવે છે. આ સમયમાં અનાજના વ્યાપારી મિત્રોને પણ ધંધા થોડા મંદ પડે છે. સામે મંડપ, કટલેરી, કપડાં, બુટ ચપ્પલ વિગેરે જેવી દુકાનોમાં ભીડ જોવા મળે છે. હાલ તો બંદર ઉપર બોટો લાંગરવાનું કામ ચાલુ થઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh