Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગર૫ાલિકા દ્વારા ઘી ડેમ વિસ્તારમાં પાણીના વધુ સ્ત્રોતો મેળવવા કવાયત

ખંભાળીયા તા. ૪: આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો વિકલ્પ શો...? તે માટે તાજેતરમાં ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા ઘી ડેમ, વોટર વર્કસ તથા ડેમમાં આવેલા કૂવા, બોરની રૃબરૃ મુલાકાત લેવામાં આવી હતી.

નર્મદાનું પાણી ઓછું થાય કે, અન્ય સ્ત્રોતો ઓછા થાય ત્યારે ખંભાળીયા પાલિકા દ્વારા ઘી ડેમમાં આવેલ બે કૂવા તથા ભરપૂર પાણીના જથ્થાવાળી 'ત્રંભાની વાવ' અને ર૪ કલાક ચાલતા ત્રણ બોરના સ્થળો પર પાણી, ગારો, કીચડ સૂકાય એટલે તુરંત જ ઈલેક્ટ્રીક કનેકશનો લઈ ત્યાંથી પાણી વિતરણ થાય તે માટેનુંં આગોતરૃં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

જરૃર પડ્યે નવા બોર થઈ શકે તથા જ્યાં વધુ પાણી મળે, ડેમના વોટર વર્કસ નજીક પાણીની ઉપલબ્ધિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh