Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતાઓના સહયોગથી દરરોજ ચાર હજાર લીટર પાણીની સેવાઃ
ખંભાળીયા તા. ૪: ખંભાળીયામાં વિનાયક સોસાયટી રેલવે ફાટક જામનગર રોડ પર બાપા સીતારામ મઢુલી પાસે સેવા આનંદ ગ્રુપ દ્વારા ઉનાળાના સમયમાં સતત આઠ વર્ષથી જલસેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
દાતાઓના સહયોગથી દરરોજ ચારેક હજાર લીટર ઠંડુ પાણી દસેક હજાર લોકોને વિનામૂલ્યે પીવડાવાય છે. તહેવારો, પ્રસંગોમાં ઠંડા પાણી સાથે ઠંડી છાસ તથા સરબત પણ અપાય છે જે ખંભાળીયા પંથકમાં ખૂબ પ્રશંસા પાત્ર બન્યું છે.
આ સેવાકીય પ્રવૃત્તિઓમાં દુલા મારાજ તથા તેમની ટીમના સ્વયં સેવકો રામદેવસિંહ ગોહિલ, ગુમાનસિંહ જાડેજા, અમુભાઈ જોશી, કનુભા જાડેજા, પ્રભુદાસ પુરોહિત, કનુભા બારાવાળા, વિજયનાથ ગોંસાઈ, રાજુભાઈ મધુડીયા, હરીશભાઈ નકુમ, કાંતિભાઈ કણઝારીયા, લઘુભા રાઠોડ, લખમણભાઈ હડીયલ, ડાયાભાઈ સતવારા, મનિષાબેન પટેલ, હેમીબેન મધુડીયા, જોરૃભા ચુડાસમા, પ્રવિણભાઈ ત્રિવેદી, જતીનભાઈ મિસ્ત્રી, મંગાભાઈ જોશી, કાનાભાઈ કણઝારીયા, કરસન ભગત કામગીરી બિરદાવીને વંદે માતરમ ગ્રુપ દ્વારા આયોધ્યાની પ્રસાદી ઉપરણા ઓઢાડી સન્માન કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial