Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧પ-૬-ર૦ર૪ સુધીની મુદ્દત
જામનગર તા. ૪: જામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૃ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ર૦ર૪-રપ માં દરેક જિલ્લામાં જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ શરૃ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ૪ ઝોનમાં ૪ જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ (ડીએલએસસી) શરૃ કરવા માટે જામનગર જિલ્લાની રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજ કે સંસ્થાઓ પાસેથી તા.૧પ-૬-ર૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ અંગેની ઓનલાઈન અરજી વેબસાઈટ (ર્જૅિંજ ટ્ઠેંર્રિૈંઅ.ર્ખ્તદૃ.ૈહ) પરથી કરી શકશે. જ્યારે જિલ્લાકક્ષા સ્પોર્ટસ કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.પ-૩-ર૪ના ઠરાવ ક્રમાંક (એસવાયસીએડી / એમઆરટી / ઈ-ફાઈલ / ૧૯ / ર૦ર૪ / ૦૦૩૦ / ૮) માં દર્શાવ્યા મુજબના રહેશે. જે મુજબ યુજીસી માન્ય યુનિવર્સિટી અથવા યુજીસી માન્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ માટે રમતના મેદાનો માટે ઓછામાં ઓછી પાંચ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સિટી-કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટ છાટ આપી શકાશે. તેમજ ડીએલએસએસ શાળાની નજીકની કોલેજ-યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછી ર૦૦ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા જરૃરી છે, તદ્દપરાંત પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે. જિલ્લા સ્પોર્ટસ કોલેજ અંગેનો ઠરાવની વેબસાઈટ તરફથી મેળવી શકાશે તેમ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial