Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનેદારને મેઈલ કરી સામાન મેળવી લેવાયો!
જામનગર તા. ૧૧: જામનગરના એક કારખાનેદારને ઈ-મેઈલ પર હિટાચી કંપનીના પરચેસ મેનેજર તરીકે ઓળખ આપી એક શખ્સે રૂ. ૨૭ લાખ ઉપરાંતનો માલસામાન મંગાવી લીધા પછી કારખાનેદારને છેતરાઈ ગયાનો અહેસાસ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં પ્લોટ નં.૩૨૪૦માં કારખાનુ ચલાવતા મૂળ રાજસ્થાનના વતની રામનિવાસ પુખરાજ દેવોરાએ પોતાની સાથે રૂ. ર૭,૭૨,૦૫૭ની ઠગાઈ કરાઈ હોવાની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા મહિનામાં ૧૬ તારીખે રામનિવાસને એક મેઈલ મળ્યો હતો જેમાં હિટાચી કંપનીના પરચેસ મેનેજર તરીકે કલ્પેશ જોષી નામના શખ્સે ઓળખ આપી હિટાચી કંપનીને કેટલોક સામાન ખરીદવાનો છે તેમ માહિતી આપ્યા પછી પીઓ લેટર બનાવી આપી ટીન ઈન્ગોટ નામની પ્રોડ્કટ માટે પૂછપરછ કરી હતી.
આ કંપની માટે તા.૧૬ ઓકટોબરથી તા.૧૦ નવેમ્બર સુધીમાં મેઈલ કરનાર આ શખ્સે રૂ. ૨૭,૭૨,૦૫૭ની રકમનો માલ રામનિવાસ પાસેથી મંગાવી લીધો હતો. તે પછી બાકી રકમ નહીં ચૂકવાતા રામ નિવાસે વળતો ઈ-મેઈલ કરતા તેઓને કરવામાં આવેલો મેઈલ ફેક આઈડી પરથી આવ્યો હોવાનું અને ફેક વેબસાઈટ હોવાનો ખુલાસો થયો હતો. જે નંબર પરથી રામનિવાસને કોલ કરાતો હતો તે મોબાઈલ નંબર પણ લાગતો ન હોવાથી ઠગાઈ થઈ હોવાની આશંકા સાથે રામનિવાસ પુખરાજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial