Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરના વહેલા નિદાન અંગેની ઉત્કૃષ્ટ સેવા અંગે ડો. કલ્પના ખંઢેરીયાનું સન્માન

રોટરી ઈન્ટરનેશનલ દ્વારા

જામનગર તા. ૧૧: રોટરી ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ-૩૦૬૦ ના સર્વાઈકલ કેન્સર તથા વેક્સિન ડો. ઓર્ડીનેટર ડો. કલ્પનાબેન ખંઢેરીયાએ કેન્સરના વહેલા નિદાન અંગે કરેલી ઉત્કૃષ્ટ સેવા બદલ રોટરી ઈન્ટરનેશનલ દ્વારા સુરતમાં યોજાયેલા સમારોહમાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

રોટરી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ-ર૦રપ-ર૬, મારિયો સીઝર માટિને સુરતમાં ડિસ્ટ્રીક્ટ-૩૦૬૦ ની મુલાકાત લીધી હતી. રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના સર્વાઈકલ કેન્સર અને વેક્સિન કો-ઓર્ડિનેટર ડો. કલ્પનાબેન ખંઢેરીયાએ દરેક ઝોનમાં કેન્સર ડિટેકશન અને કોલપોસ્કોપી કેમ્પનું આયોજન કર્યુ હતું.

સૌરાષ્ટ્ર ઝોનમાંથી રોટરી ક્લબ ઓફ વેરાવળ, સુરેન્દ્રનગર, વઢવાણ મેટ્રો, છોટીકાશી, સેનોરસ, રાજકોટ ગ્રેટર, કેશોદ, અમરેલી ગીર, સેન્ટ્રલ ઝોનમાંથી રોટરી ક્લબ ઓફ આણંદ રાઉન્ડ ટાઉન, દક્ષિણ ઝોનમાંથી રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉન, સાઉથ ઝોન - રોટરી ક્લબ ઓફ વાપી ફોનિક્સ, ચીખલી, મહારાષ્ટ્ર ઝોનમાંથી રોટરી ક્લબ ઓફ ધૂલે ફેમિના - સુરતમાં દીપ પ્રગટાવી કેમ્પનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ તે જ સમયે આ ક્લબોએ એક સાથે એરિયા કો-ઓર્ડિનેટરના સહયોગથી તમામ કેમ્પ સાઈટ કેન્સર નિદાનનું માનવતાવાદી કાર્ય સંપન્ન કર્યુ હતું. રોટરી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ-ર૦રપ-ર૬ મારિયો સીઝર માર્ટિનની મુલાકાત દરમિયાન થયેલ આ અનોખો પ્રોજેક્ટ છે.

સર્વાઈકલ બ્રેસ્ટ ઓરલ કેન્સર કમિટીના ચેરમેન ડો. કલ્પનાબેન ખંઢેરીયા દ્વારા દૂરદર્શી ડીજી નિહિર દવેના નેતૃત્વમાં ગયા વર્ષે રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૦૬૦ ના દરેક સાત કલસ્ટરમાં કોલ્પોસ્કોપી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જે રોટરી ઈન્ટરનેશનલમાં એક માઈલસ્ટોન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh