Advertisement
Author: નોબત સમાચાર

ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયમાં યોજાયો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા

જામનગર તા. ૧૧: ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અંગેનો સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ અપાઈ હતી.

જામનગર મનપાના કમિશનર ડી.એમ. મોદીના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ કમિશનર બી.એન. જાનીના સંકલન હેઠળ ચાલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ સેમિનાર અંતર્ગત તાજેતરમાં ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલય, જામનગરના વિદ્યાર્થીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સમજ અને તાલીમ મેળવી હતી. કુદરતી અને માનવસર્જિત આફતો સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેવી રીતે સ્વબચાવ કરવો તેમજ પોતાના પરિવારજનો અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગેની વિશેષ માહિતી અને તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના નેતૃત્વ હેઠળ જામનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ તરફથી સ્ટેશન ફાયર ઓફિસર કપિલ મહેતા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આગ લાગવાના કારણો, આગ ન લાગે તે માટે શું કાળજી લેવી, તેમજ આગ લાગે તો કેવી રીતે સ્વબચાવ કરવો, સામાન્ય જનતાએ કેવી રીતે ફાયર વિભાગને આગ-અકસ્માત સમયે મદદરૂપ બનવું સહિત વિવિધ ફાયર એક્સટીંગ્યુસર વિશે પણ સમજ આપી હતી. વહીવટી તંત્ર સાથે સુમેળ સાધી જાનમાલને થતા નુક્સાનને અટકાવવું કેવી રીતે બચાવ, કામગીરીમાં સહયોગ કરવો, આ સાથે પુનર્વસન તેમજ અન્ય કામગીરી કેવી રીતે સુપેરે પાર પાડી શકાય તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી.

આ સાથે પ્રાથમિક સારવાર અને નવજીવન બક્ષતી સીપીઆરની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh