Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેંસદળ પાસે પુલ પરથી બાઈક ખાબકતા બે ઘવાયાઃ
જામનગર તા. ૧૧: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક વાકીયા ગામ પાસે બાઈક પાછળ સ્કૂટર ટકરાઈ પડ્યું હતું. તે અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ધ્રોલના ભેંસદળ ગામ નજીક બાઈક પુલ પરથી ખાબકતા બે યુવાનને ઈજા થઈ છે.
ધ્રોલ શહેરમાં આવેલા જોડીયા નાકા પાસે કુંભાર શેરીમાં રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ ચાવડા નામના યુવાનના મોટાભાઈ અશોક ચાવડા (ઉ.વ.૪૦) પોતાના મિત્ર વાંકીયા ગામના ભાવિક ગીરી રમેશગીરી ગોસાઈ સાથે ગઈ તા.૩ની સાંજે છએક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના વાકિયા ગામ પાસેથી જતા હતા ત્યારે પેટ્રોલપંપ પાસે આ યુવાનોના જીજે-૧૦-બીએસ ૮૯૬૫ નંબરના બાઈકમાં પાછળથી જીજે-૩- એમજી ૬૫૦૫ નંબરનું એકટીવા સ્કૂટર ધડાકાભેર અથડાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં પાછળ બેસેલા અશોકભાઈ જમીન પર પછડાયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે. ભાવેશભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એકટીવાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના લાખાજીરાજ રોડ પર આવેલા ઉદ્યોગનગરની શેરી નં.૧૨માં રહેતા પરાગ લાલાભાઇ મકવાણા (ઉ.વ.૧૭) તથા રાજકોટમાં આશાપુરા હુડકો ચોકડી પાસે રહેતા શ્યામ કિશોરભાઈ ઠુંગા નામના બે વ્યક્તિ ગઈ તા.૭ની રાત્રે દસેક વાગ્યે જીજે-૧૦-ઈએ ૯૭૮૫ નંબરના મોટર સાયકલમાં ધ્રોલ તાલુકાના વાગુદળ ગામથી ભેંસદળ ગામ તરફ જતા હતા.
ત્યારે મોટરસાયકલ ચલાવી રહેલા શ્યામભાઈએ બાઈક પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ પીયાવા રોડ પર એક પૂલ પરથી નીચે પડી ગયું હતું. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા થઈ હતી. જેમાંથી પરાગભાઈને કરોડરજ્જુમાં મણકાના ભાગે ગંભીર ઈજા થઈ છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial