Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભપાત માટે રાજ્યની વડી અદાલતે આપી મંજૂરી

વડી અદાલતે તબીબોનો માંગ્યો હતો અભિપ્રાયઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક પરિવારની સગીરા પર દુષ્કર્મ ગુજારાયું હતું. ગર્ભવતી બની ગયેલી તે સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટ સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી. આ અંગે તબીબોના રજૂ થયેલા અભિપ્રાયના પગલે ગર્ભપાત માટે વડી અદાલતે મંજૂરી આપી છે અને તેની વ્યવસ્થા કરી આપવા પણ સૂચન કર્યું છે.

જામનગરમાં વસવાટ કરતી સોળેક વર્ષની એક સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ જે તે વખતે પોલીસમાં કરવામાં આવી હતી. તે પછી આ સગીરા ગર્ભવતી બની ગઈ હતી.

ત્યારપછી સગીરાના પિતાએ ગર્ભપાત કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મંજૂરી માંગી હતી. જેના પગલે કોર્ટ દ્વારા જામનગર હોસ્પિટલના તબીબો પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.

તે સગીરાની વય અને તે મુજબ ગર્ભાવસ્થા હિતાવહ ન હોવાનો રિપોર્ટ આપવા ઉપરાંત તબીબોએ આ કિસ્સામાં ગર્ભપાત થઈ શકે તેમ છે તેવું હાઈકોર્ટને જણાવતા રાજ્યની વડી અદાલતે ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપી છે અને તે માટેની વ્યવસ્થા ગોઠવી આપવા હોસ્પિટલના તંત્રવાહક ને સુચના આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh