Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા પંચાયતની સભામાં મંત્રી મૂળુભાઈ બેરાએ
જામનગર તા. ૧૧: વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નૂતન વર્ષે નવા સંકલ્પ સાથે પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિમાન કરવા મંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રને તાકીદ કરી હતી.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ તાલુકા પંચાયતના સર્વે સદસ્યઓ, અધિકારીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. વિક્રમ સવંત ૨૦૮૧ ના વર્ષમાં ભાણવડ તાલુકાના સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સર્વે પદાધિકારીઓ અને કર્મયોગીઓને ભારપૂર્વક જણાવીને તેમણે સર્વે કર્મયોગીઓને જનહિતલક્ષી કાર્યોને અગ્રતા આપી બને તેટલી ઝડપી અને સુચારૂ રીતે પૂર્ણ કરવા તંત્રને તાકીદ કરી હતી.
આ સામાન્ય સભામાં રાજ્ય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ૧પ માં નાણાપંચના ફેરફાર કરવા પાત્ર કામોની સમીક્ષા પણ કરવવામાં આી હતી. તાલુકા પંચાયત સભ્યઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂઆત મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.
તેમણે આ તમામ રજૂઆતને અગ્રતા આપવામાં આવશે, તેવું પણ તાલુકા પંચાયતના સદસ્યઓને જણાવ્યું હતું. સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડાયબેન છૈયા, ઉપપ્રમુખ શ્રીમતી મરિયમબેન હિંગોરા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, તાલુકા પંચાયતના સર્વે સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial