Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિબુક્સ ડોટ કોમ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી
જામનગર તા. ૧૧: બ્રિબુક્સ ડોટ કોમ તે વિશ્વભરના બાળકોને સર્જનાત્મક લેખન તરફ વાળવાના હેતુથીએક ઈસરાએલી શિક્ષણવિદ્ એમી દ્રોર દ્વારા સંચાલિત ઓનલાઈન પ્લેટફોર્મ છે. જે બાળકોને બુક લખવામાં મદદરૂપ થઈ શકે તેવા આશરે ૧ર,૦૦૦ થી વધુ ઉદાહરણો તેમજ ૧૦૦૦ થી વધુ પ્રશ્નોત્તરી પૂરી પાડે છે.
બ્રિબુક્સ ડોટ કોમ અને એજ્યુકેશન વર્લ્ડના સંયુક્ત પ્રયાસથી નેશનલ યંગ ઓથર્સ ફેર ર૦૪૪ યોજાઈ રહ્યો છે. જેમાં કુલ ર૬ દેશોની આશરે ૧૦,૦૦૦ સ્કૂલોએ ભાગ લીધેલો છે. જેના અંતર્ગત ધોરણ ૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. નેશનલ યંગ ઓથર્સ ફેર ર૦ર૪ અંતર્ગત ભાગ લેનાર બાળકોએ બ્રિબુક્સ ડોટ કોમ પર સ્વરચિત વાર્તાઓને અંગ્રેજી ભાષામાં બુક તરીકે પબ્લિશ કરવાની રહે છે. જેના માટે બ્રિબુક્સ ડોટ કોમ દ્વારા વાર્તાઓને અંગ્રેજી ભાષામાં બુક તરીકે પબ્લિશ કરવાની રહે છે. જેના માટે બ્રિબુક્સ ડોટ કોમ દ્વારા બાળકોની મદદ અર્થે ઓનલાઈન બુક ટમ્પ્લેટ્સ પણ આપવામાં આવ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે બ્રિબુક્સ ડોટ કોમ પર ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ પહેલા રજિસ્ટ્રેશન કરવાનું હતું. સ્પર્ધા અંતર્ગત લખવામાં આવેલી અને પબ્લિશ થયેલી બુક્સને ભારતના શિક્ષ્ણ મંત્રાલય દ્વારા આઈએસબીએન નંબર પણ એલોટ કરવામાં આવે છે.
ગાંધીનગર-અમદાવાદની એક પ્રખર સ્કૂલ તરીકે જમનભાઈ નારસી સ્કૂલ ગિફ્ટ સિટી દ્વારા પણ આ નેશનલ યંગ ઓથર્સ ફેરમાં ભાગ લેવામાં આવ્યો છે અને સ્કૂલના બાળકોને યંગ ઓથર્સ ફેરમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
જમનાબાઈ ગિફ્ટ સિટી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી અનુપમાસિંઘ તેમજ વિનેશના સ્કૂલ ટીચરો દ્વારા અપાયેલ પ્રોત્સાહનને કારણે ઘરમાં વાચન પ્રત્યે આપતા ભારને કારણે વિનેશાને નાની ઉંમરથી જ વાચન અને લેખનનો શોખ જાગેલ છે. સ્કૂલ દ્વારા નેશનલ યંગ ઓથર્સ ફેરની જાણ કરાતા વિનેશાએ જાતે જ આ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક્તા દર્શાવી હતી.
વિનેશાની બુક 'ધ પ્રોટેક્ટિવ સિસ્ટર' વિષે વાત કરતા તેણીએ જણાવ્યું હતુંકે, 'મારી શોર્ટ સ્ટોરી રક્ષાબંધન એટલે કે બહેન દ્વારા કરવામાં આવતી ભાઈની રક્ષાની થીમ પર આધારિત છે. હું મારા નાના ભાઈ તીર્થેન પ્રત્યે ખૂબ જ પ્રોટેક્ટિવ છું તેમજ મને કરાટે પણ ખૂબ પસંદ છે એટલે આ જ મારી શોર્ટ સ્ટોરીની થીમ છે'. બુક લખવા પાછળ વિનેશાએ આશરે ૩ મહિનાથી વધારેની મહેનત કરેલી છે, અને આ દરમિયાન અંગ્રેજી ભાષાના નવા નવા શબ્દો અને વ્યાકરણની સમજુતી કેળવેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial