Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ઈમારતોને નુક્સાનઃ લોકોમાં ગભરાટઃ
સેન્ટિયાગો તા. ૧૧: પૂર્વ ક્યુબામાં ૬.૮ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપે તબાહી સર્જી છે, અને લોકોમાં ગભરાટ ફેલાયો છે, જો કે સુનામીનો ખતરો નથી અને હજુ સુધી જાનહાનિના અહેવાલો નથી.
પૂર્વ ક્યુબામાં ૬.૮ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોની ઈમારતો હચમચી ગઈ હતી, જો કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નાથી.
આ ભૂકંપ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે આ ભૂકંપ અમારા જીવનકાળમાં અનુભવેલા કોઈપણ ભૂકંપ કરતા વધુ શક્તિશાળી હતો. જેના કારણે મકાનો અને ઈમારતો ધ્રૂજી ઊઠી હતી અને ઘરના વાસણો પણ પડી ગયા હતાં.
અમેરિકાની સુનામી અંગે એલર્ટ આપતી એજન્સીએ જણાવ્યું હતું કે આ ભૂકંપના પરિણામે સુનામીનો કોઈ ખતરો નથી. ક્યુબામાં કુદરતી આફતોની શ્રેણીમાં આ ધરતીકંપ નવીનત્તમ છે.
ક્યુબાના દક્ષિણપૂર્વ કિનારે ગ્રાન્મા પ્રાંતમાં બાર્ટોલોમે માસોની મ્યુનિસિપાલિટી નજીક ભૂકંપ આવ્યો હતો, જ્યાં ક્યુબન ક્રાંતિ દરમિયાન ભૂતપૂર્વ ક્યુબન નેતા ફિદેલ કાસ્મોનું મુખ્ય મથક હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial