Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાની ગોળી મારીને હત્યાઃ ૬ ઘરોને આગ
મણિપુર તા. ૧૧: મણિપુરના પૂર્વ ઈમ્ફાલ જિલ્લામાં લમલાઈ વિધાનસભા મત વિસ્તારના કેટલાક ભાગોમાં પહાડીઓમાંથી કેટલાક લોકોએ બંદૂક અને બોમ્બ વડે ગ્રામીણો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતાં. ત્યારથી સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેના પરિણામે સતાસાબી, સબુંગખોક ખુનાઉ અને થમનાપોકપીમાં ભીષણ ગોળીબાર થયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વધુ સુરક્ષા દળો તૈનાત કરાયા છે.
મણિપુરમાં પહાડીઓમાંથી કેટલાક લોકોએ બંદૂક અને બોમ્બ વડે ગ્રામીણો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતાં. ત્યારથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી છે. જેના પરિણામે સતાસાબી, સબુંગખોક ખુનાઉ અને થમનાપોકપીમાં ભીષણ ગોળીબાર થયો છે.
પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વધુ સરક્ષા દળો તૈનાત કરાયા છે. મણિપુરમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેના, બીએસએફ અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સતસાબીના નીચલા વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાંથી ગોળીબારના કારણે ખેડૂતો તેમના ખેતરોની સંભાળ રાખવામાં અસમર્થ છે. આથી હજુ પણ આસપાસના ગામોમાં તણાવની સ્થિતિ છે.
પોલીસે કહ્યું કે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. શનિવારે બિષ્ણુપુર જિલ્લાના સેટન વિસ્તારમાં ઉપદ્રવીઓની ગોળીબારી વખતે ખેતરમાં કામ કરતી એક મહિલા મૃત્યુ પામી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટના પછી ગામમાં તણાવ ફેલાઈ ગયો હતો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્તારમાં તૈનાત કેન્દ્રિય દળો આવા હુમલાઓને રોકવા માટે પગલાં લઈ રહ્યા નથી.
ઉપદ્રવીઓએ ગુરુવારે રાત્રે જીરીબામ જિલ્લામાં છ ઘરોને આગ લગાવી દીધી હતી, જેમાં ૩૧ વર્ષિય મહિલાનું મૃત્યુ થયું હતું. મણિપુરમાં ગયા વર્ષે મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય સંઘર્ષમાં ર૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial