Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી આવેલી ૮૦ હજાર જેટલી મગફળીની ગુણીઓની હાજીની પ્રક્રિયા શરૃઃ દૂર દૂરથી આવ્યા ખેડૂતો
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળની મબલખ આવક થવા પામી છે. પરિણામે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આજથી નવા મગફળીના જથ્થાની હરાજી શરૂ થવા પામી છે. ગઈ સાલ લગભગ સારો વરસાદ થતા મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. હવે વાડી-ખેતરોમાંથી મગફળી ઉપાડી લેવામાં આવી છે, અને ખેડૂતોએ મગફળીનો જથ્થો લઈને માર્કેટ યાર્ડમાં વેંચાણ માટે આવી રહ્યા છે. ગઈકાલે ૯૦૦ જેટલા વાહનમાં આશરે ૭પ થી ૮૦ હજાર ગુણી મગફળીનો જથ્થો ભરીને આવ્યો હતો. પરિણામે યાર્ડની બહાર રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ તમમ વાહનોમાંથી મગફળીનો જથ્થો યાર્ડના પ્લેટફોર્મમાં ઉતારવામાં આવી રહ્યો છે, અને હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામનગર-દેવભૂમિ દ્વારકા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી પણ મગફળી ભરેલા વાહનો આવ્યા છે. ચારેય દિવસ પહેલા પણ ૩પ૦ જેટલા વાહનના આશરે રપ હજાર ગુણી મગફળીની આવક થવા પામી હતી. હવે નવી મગફળીની આવક બંધ રહેશે અને યાર્ડ ખાલી થયા પછી નવા જથ્થાની આવક થશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial