Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આવતીકાલે ભવ્ય તુલસી વિવાહ યોજાશે

દેવઉઠી એકાદશી નિમિત્તે

જામનગર તા. ૧૧: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં આવતીકાલ તા. ૧૨ ના દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહનો પ્રસંગ ધામધુમપૂર્વક ઉજવવામાં આવશે. જેમાં અનેક ભકતો જોડાશે.

જેઠ સુદ અગ્યારસથી ચાર માસ સુધી યોગનિંદ્રામાં શયન કરી રહેલા ભગવાનને આવતીકાલે જગાડવામાં આવશે. આથી આ દિવસને દેવઉઠી અગ્યારસ કહેવામાં આવે છે અને આ દિવસથી માંગલીક પ્રસંગોનો પ્રારંભ થાય છે. સાંજે ૬ વાગ્યે વરઘોડો નિકળશે અને વિવિધ માર્ગો ઉપર ફરીને રાણીવાસમાં પરત ફરશે. રાત્રીના રાણીવાસના પરિસરમાં શ્રીજીનો તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. તથા ગૈધુલીક સમયે નિજ મંદિરમાં ઠાકોરજીના બાલ સ્વરૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે.

કારતક સુદ નોમથી તુલસીવાતનું વ્રત કરનારાઓ બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની શોષડોપચાર પૂજા, શંખ, ઘંટ મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે અને તુલસી માતાને શૌભાગ્યવતિનો શણગાર કરીને શાલીગ્રામની સાત પ્રદશિક્ષણા કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh