Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજયના ૧૬૦ કેન્દ્રો પરથી આજથી ટેકાના ભાવે જણસોની ખરીદીનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલના હસ્તે હિંમતનગરથી થઈ શરૂઆતઃ ૯૦ દિવસ સુધી કરાશે ખરીદી

હિંમતનગર તા. ૧૧: આજથી ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો પ્રારંભ મુખ્યમંત્રીએ હિંમતનગરથી કરાવ્યો છે. આ ખરીદી ૯૦ દિવસ સુધી ચાલશે, અને ૧૬૦ કેન્દ્રો પરથી ખરીદી થશે. રાજય સરકાર ખેડૂતો પાસેથી અંદાજે કુલ રૂ.  ૮૪૭૪ કરોડની પ૦,૯૭૦ ટન જણસોની ટેકાના ભાવે ખરીદી કરશે, તેવો દાવો કરાયો છે.

ગુજરાતના ૧૬૦ વધુ કેન્દ્રો પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભવો આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. આજથી ૯૦ દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.

મગફળી ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરાવમાં આવશે. રાજય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના ૧૩૫૬ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેંચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ.  ૭,૬૪પ કરોડના મૂલ્યની ૧૧.ર૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.  ૪પ૦ કરોડના મૂલ્યની ૯ર,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ.  ૩૭૦ કોરડના મૂલ્યની પ૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ.  ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.  ૮,૪૭૪ કરોડના મૂલ્યની આશરે ૧ર.૭૮ લાખ મેટ્રિક ટન જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ.  ૧૩૫૬.૬૦ નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ.  ૧૭૩૬.૪૦, સોયાબીન પ્રતિ મણ માટે રૂ.  ૯૭૮.૪૦ અને પ્રતિ મણ અડદ માટે રૂ.  ૧૪૮૦ નો ભાવ નક્કી કર્યો છે.

હિમતનગરથી રાજ્યવ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતુંં કે ટેકાનો ભાવ તો સારો છે આજે નવા વર્ષની શરૂઆત, નવા સંકલ્પો અને નવા વિચારોને કટિબદ્ધ થવાનો દિવસ છે. વડાપ્રધાને ૨૦૪૭ વિકસિત ભારતના લક્ષ્ય બતાવ્યું. આજરોજ ટેકાના ભાવે સમયસર ખરીદીની શરૂઆત કરાઈ છે. ખેડૂતો માટે નર્મદા સુધી પહોંચાડી છે. પાણીની જરૂરિયાત માટે અમૃત સરોવર માટે જિલ્લામાં ૭૫ સરોવર બનાવાયા છે. વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની શરૂઆત કરાઈ છે. વીજળી પૂરતા પ્રમાણમાં મળે તે માટે પડખે છે. રાસાયણિક ખાતરથી જમીનની તકલીફ માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભવિષ્યની પેઢીને જમીનની ગુણવત્તા ખલાસ નહીં થાય અને રોગોથી બચવાનો પ્રયાસ છે. ૨૦૦૧ માં ૨૯ લાખની જગ્યાએ ૫૯ લાખ હેકટરમાં જમીનમાં ૧૮.૪ હજાર કરોડનું ખેત ઉત્પાદન આજે ૨.૧૮ લાખ કરોડનું થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh