Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૬-નવેમ્બરથી ત્રિ-દિવસીય
જામનગર તા. ૧૧: સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમલખામાં તા. ૧૬, ૧૭, ૧૮ નવેમ્બર, ર૦ર૪ ના ત્રણ દિવસ માટે સંત નિરંકારી પરિવારનું ૭૭મું વાર્ષિક સંત નિરંકારી સંત સમાગમ યોજાયું છે.
જેમાં ભાગ લેવા માટે જામનગરથી આગામી મંગળવારના તા. ૧ર-૧૧-ર૦ર૪ ના શ્રદ્ધાળુ ભક્તો રવાના થશે અને ત્યાં સેવાકાર્યમાં જોડાશે.
સંત નિરંકારીના સચિવ તથા સમાગમના સમન્વયક જોગીન્દર સુખીજાજીએ જણાવ્યું છે કે, દરેક સંતોના રહેવા-જમવા, શૌચ, સ્વાસ્થય, સુરક્ષા, આગમન-પ્રસ્થાન તથા બીજી દરેક મૂળભૂત સેવાઓની તૈયારી કરવામાં આવી રહી છે.
સમાગમના આયોજનથી જોડાયેલ દરેક વૈધાનિક પાસાઓને ધ્યાનમાં રાખી દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. થોડાક જ દિવસોમાં આ આધ્યાત્મિક સ્થળ એક 'ભક્તિનગર' નું રૂપ લઈ લેશે. જ્યાં વિશ્વભરમાંથી લાખો સંત મહાત્મા સંમિલિત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial