Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીયત બગડતા કાટકોલાના વૃદ્ધ પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૧: ભાણવડ તાલુકાના આંબરડી ગામના એક વૃદ્ધ જે બાઈક પર જતા હતા તે બાઈક સ્લીપ થઈ જતાં આ વૃદ્ધ પછડાયા હતા. તેઓનું સારવાર દરમિયાન જામનગર દવાખાને મૃત્યુ નિપજયું છે. ભાણવડના કાટકોલા ગામના એક વૃદ્ધની તબીયત બગડ્યા પછી તેમના પર પણ કાળનો પંજો પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતા તુલસીભાઈ રત્નાભાઈ પરમાર (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગઈ તા.૬ની સવારે આઠેક વાગ્યે પોતાના મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે કોઈ રીતે માર્ગમાં મોટર સાયકલ સ્લીપ થઈ જતાં ફંગોળાઈ ગયેલા તુલસીભાઈને ઈજા થઈ હતી.
સારવાર માટે દવાખાને લઈ જવાયેલા આ વૃદ્ધને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં રહેતા તેમના પુત્ર ડેનીશભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં રહેતા પાલાભાઈ સવાભાઈ હાડગરા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધની ગઈકાલે તબીયત બગડતા તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર આવડાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial