Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાંડો ફૂટતા થઈ ફોજદારીઃ
જામનગર તા. ૧૧: ખંભાળિયાની મોટર એક્સીડેન્ટ ટ્રિબ્યુનલમાં ચાલી રહેલા એક ક્લેઈમ કેસમાં પોતાની જવાબદારી નીકળી જાય અને વળતર ચૂકવવામાં વીમા કંપની ની જવાબદારી ઉભી થાય તે પ્રકારના દસ્તાવેજ બનાવી બે શખ્સે ટ્રિબ્યુનલમાં રજૂ કરતા અંતમાં ભાંડો ફૂટ્યો છે. બંને સામે રજિસ્ટ્રારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયાના મુખ્ય ન્યાયાલયમાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ મોહનલાલ પાનસુરીયાએ મૂળ ભાવનગરના ગઢડા સ્વામીના વતની અને હાલમાં બોટાદના યોગાનંદ સ્વામી સેવા સમાજ ટ્રસ્ટ અને જામનગરના મયુરનગરવાળા ખીમાણંદ અરશી લગારીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત બંને આસામીએ ખંભાળિયાની અદાલતમાં ચાલી રહેલા એક ક્લેઈમ કેસમાં વિવિધ પ્રકારના બનાવટી દસ્તાવેજ રજૂ કરી દીધા હતા. કોર્ટમાં વીમો ભર્યાની રસીદ રજૂ કરાઈ હતી.
આ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી વળતર ચૂકવવાની પોતાની જવાબદારી ટાળવા અને વીમા કંપનીની જવાબદારી બની જાય તે રીતે ઠગાઈ કરવાના ઈરાદે ઉપરોક્ત કૃત્ય આચર્યું હતું. બંને સામે પોલીસે ગુન્હો નોંધી તપાસના ઘોડા દોડાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial