Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં કથાકાર શાસ્ત્રી ચિરાગભાઈના વ્યાસાસને
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયામાં શરણેશ્વર મહાદેવ મંદિરમાં કલ્યાણરાયજી સત્સંગ મંડળ દ્વારા ખંભાળીયાના કથાકાર શાસ્ત્રી ચિરાગભાઈ શુકલના વ્યાસાસને તા. ૬-૧૧-૨૦૨૪ થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ શરૂ થઈ છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.
૬-૧૧ ના સ્થાપન તથા પૂજનના કાર્યક્રમમાં, પોથી યાત્રા, કપિલ પ્રાગટ્ય તથા નૃસિંહ જન્મ, વામનજન્મ, રામજન્મ તથા શ્રીકૃષ્ણજન્મ-નંદ મહોત્સવમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આજે સાંજે ગોવર્ધન લીલા આવતીકાલે તા. ૧૨-૧૧ ના શ્રીકૃષ્ણ રૂક્ષમણિ વિવાહ તથા ૧૩-૧૧ ના પરિક્ષીત મોક્ષ સાથે કથા પૂર્ણ થશે.
રોજ બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી કથા ચાલે છે. કલ્યાણરાયજી સત્સંગ મંડળના જાગૃતિબેન ગોકાણી, રીટાબેન ઝીંદાણી, ચંદ્રીકાબેન નાનાણી સહિતના મહિલા આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial