Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી

ઠંડી અને ગરમી સાથે બેવડી ઋતુઃ

જામનગર તા. ૧૧: જામનગરમાં ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં કારતક માસના બીજા અઠવાડિયે વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. સવારે તથા રાત્રે અનુભવાતી ગુલાબી ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તાપમાન વધુ રહેતા બપોરે આકરો તાપ પડી રહ્યો છે. આમ પ્રજાજનો એક જ દિવસમાં ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુઓ અનુભવ કરી રહ્યા છે.

નગરમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૦.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh