Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારની ઘોર ઉદારસીનતાનો ભોગ બની રહી છે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયામાં સફાઈ કામદારો ઉપવાસ પર ઉતર્યા તથા હડતાલ કરતા બહાર આવ્યું કે કર્મચારીઓના જી.પી.એફ. તથા ઈ.પી.એફ.ના પૈસા રાજ્ય સરકારમાં ભરવાને બદલે પાલિકા અન્ય સ્થળે વાપરી નાખે છે. પેન્શન હેડ, અનામત સાડાસાત કરોડ વપરાઈ ગયા છે. ફાયનાન્સ બોર્ડ પાસે ૮પ લાખનું લાઈટ બીલ ભરવા લોન માંગવી પડી છે. આવી સ્થિતિ ખંભાળિયાની જ નહીં રાજ્યની ૧૭પ પૈકી મોટાભાગની પાલિકાની છે.
૧૦૭ નગરપાલિકાઓને મહિનાઓથી પગાર નહીં
રાજ્યની નગર પાલિકાઓની સ્થિતિ કેવી છે તેનો નમૂનો છે કે રાજ્ય સરકારે જ તાજેતરમાં દીપાવલી તથા નવું વર્ષ હોય, ઓક્ટોબરની રપ તારીખ પહેલા પગાર ઓક્ટોબરનો જે નવેમ્બરની પાંચ તારીખ પહેલા જ મળે છે તે ચૂકવવા હુકમ કર્યો પણ રાજ્યની ૧૦૦ ઉપરાંતની નગરપાલિકાઓમાં આ વર્ષનો દીવાળીનો પગાર વહેલો મળવો તો દૂર આગલા મહિનાઓના પણ બે-ત્રણ માસના પગારો મળ્યા નથી. દિવાળી કેમ કરી કર્મચારીઓએ તે 'મૃદુ અને મક્કમ' મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પૂછીને જાણવું જોઈએ.
પ૭ નગરપાલિકાના કરોડોના વીજ બીલ બાકી
ખંભાળિયામાં પાલિકા પાસે વીજ તંત્ર પ૦ લાખ ઉપરાંતનું વીજ બીલ માંગે છે તે તો પાશેરામાં પુની જેવું જ છે. રાજ્યની સાવરકુંડલા ભૂજ જેવી પાલિકાઓ પાસે વીજ તંત્ર ૪ર-૪ર કરોડ બાકી બીલો માંગે છે તો ર થી ર૦ કરોડ બાકી હોય તેવી પાલિકાઓ પણ ઢગલાબંધ છે.
અનેક પાલિકાઓ એવી છે જે પોતાની વોટર વર્કસની વ્યવસ્થા માટે પાણીના સ્ત્રોત ખલાસ થાય તો નજીકના ડેમમાં કે નર્મદાના પાણી લે છે. રાજ્યની પ૦ ઉપરાંત નગરપાલિકાઓ પાસે સિંચાઈ વિભાગ કરોડો માંગે છે જે વર્ષોથી આપતા નથી. ખંભાળિયા પાલિકા પાસે જ વર્ષોથી નવ કરોડ સિંચાઈ તંત્ર માગે છે.
સરકારી ઉદાસીનતા હોદ્દેદારોની આળસ
રાજ્યની પાલિકાઓની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે, પણ સરકારની ઉદાસીનતા અને રાજકીય હોદ્દેદારોની આળસ, માત્ર હોદ્દાની પ્લેટ ગાડીમાં લગાવી ફરવું, વર્ષોથી કરવેરા નહીં વધારવા, મતદારની નારાજગીના ભોય, લાખના બાર હજાર જેવો વહીવટ છે, જો કે હમણાં દોઢ-બે વર્ષથી પાલિકામાં મામલતદારો વહીવટદાર હોવા છતાં પણ સરકાર કરવેરા વધારી શકી નથી કેમ કે પાલિકાની ચૂંટણીઓ આવે છે.
સ્થિતિ એવી છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધારાસભ્યોના દબાણથી વીજ તંત્ર કે સિંચાઈ તંત્ર કંઈ બોલતું નથી અને જતું કરે છે. નહીંતર પઠાણી ઉઘરાણી કરે તો ઢગલાબંધ પાલિકાઓ 'નાદારી' નોંધાવવાની સ્થિતિમાં આવે પણ વિકાસના માર્ગે ચાલતી સરકારને પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવામાં કોઈ 'રસ' જ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial