Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા

ભૂમાફિયાઓની દાદાગીરી સામે 'દાદા'નું બુલડોઝરઃ લાખો ચો.ફૂટ જમીન ખુલ્લી કરાઈઃ

ખંભાળીયા-જામનગર માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ગેરકાયદે પડકાયેલ હોટલના બાંધકામનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો નજીક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. આવા બાંધકામો દૂર કરવા મુખ્યમંત્રીની સીધી સૂચના છે. આથી ખંભાળીયા-જામનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ખડકી દેવામાં આવેલ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટના બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા કવાગત હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આજે ખંભાળીયા નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગે ગેરકાયદે ખડકી દેવાયેલ હોટલના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા ઓપરેશન ડિમોલીશનનો આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઓપરેશન ડિમોલીશનની કામગીરી કરવામાં આવી છે અને લાખો ચોરસ ફૂટ સરકારી જગ્યા દબાણમુકત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh