Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયામાં આવેલી જમીન અંગે અદાલતે રૂકજાવનો ફરમાવ્યો આદેશ

પિતરાઈ બહેને શરૂ કરી છે કાર્યવાહીઃ

જામનગર તા. ૧૧: જામનગર નજીકના મોટા થાવરીયા ગામમાં આવેલી ભાયુભાગની એક જમીનના રસ્તા અંગે પિતરાઈ બહેને કાનૂની કાર્યવાહી શરૂ કર્યા પછી મામલતદારે કરેલા હુકમ સામે પિતરાઈ ભાઈએ અદાલતનો આશરો લીધો હતો. તારીખ ન હોવા છતાં અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં પંચાવન વર્ષ પહેલાં ભાયુભાગની અલગ પડેલી જમીનમાં ધીરૂભાઈ ચોવટીયા નામના આસામી કબજો ભોગવટો ધરાવતા હતા તેના કાગળોમાં ફેરફાર કરી શોભનાબેન તુલસીભાઈ ચોવટીયાએ હકુમત ન હોય તેવી સરકારી કચેરીમાં રસ્તામાં ધીરૂભાઈનો હક્ક હોવા અંગે કાર્યવાહી શરૂ કરી હતી.

તે પછી ધીરૂભાઈએ અદાલતનો આશરો લઈ પોતાના પિતરાઈ બહેન શોભના બેન સામે દાવો નોંધાવ્યો હતો. તેનો પ્રત્યુત્તર આપવાની બદલે શોભનાબેને મામલતદાર સમક્ષ રસ્તો ન હોવા અંગે દાવો કર્યાે હતો. બદલી પામી રહેલા મામલતદારે તાજેતરમાં રસ્તો થયો છે તેમ જણાવી હોદ્દાનો ચાર્જ છોડી દીધો હતો.

ત્યારપછી ધીરૂભાઈ દ્વારા મામલતદાર સામે કન્ટેઈમ્ટ ઓફ કોર્ટ અંગે કાર્યવાહી શરૂ કરાઈ હતી. તેની ગંભીરતા ધ્યાને લઈ અદાલતે તારીખ ન હોવા છતાં દાવો હાથ પર લઈ મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર, કૌશિક પરમાર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh