Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો શપથગ્રહણ સમારોહઃ
નવી દિલ્હી તા. ૧૧: રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં જસ્ટિસ સંજીવ ખન્નાને દેશના પ૧ મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા છે. તેઓ દેશના પ૧ મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
આજે ૧૧ નવેમ્બર ર૦ર૪ ના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના પ૧ મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતાં. આ શપથ ગ્રહણ સમારોહ સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું સ્થાન લીધું છે.
કેન્દ્ર સરકારે ૧૬ ઓક્ટોબરના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ભલામણ પછી ર૪ ઓક્ટોબરે જસ્ટિસ ખન્નાની નિમણૂકને સત્તાવાર રીતે સૂચિત કરી હતી. શુક્રવારે જસ્ટિસ ચંદ્રચૂડનો સીજેઆઈ તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. તેઓ ર૦૧૯ થી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે.
ઈવીએમની પવિત્રતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને રદ્ કરવા, આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવા અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા અને સીમાચિન્હરૂપ નિર્ણયોનો તેઓ ભાગ રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ ૧૪ મે, ૧૯૬૦ ના દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, ન્યાયાધીશ દેવ રાજ ખન્ના, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અને તેમના કાકા એચ.આર. ખન્ના, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતાં. જસ્ટિસ ખન્નાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી લીધું હતું અને ત્યારપછી દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.
જસ્ટિસ ખન્નાએ ૧૯૮૩ માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા હતાં. તેમણે શરૂઅતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્ટેન્ડીંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. તેમની ર૦૦૪ માં દિલ્હી માટે સ્ટેન્ડીંગ કાઉન્સેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ ફોજદારી કેસ લડ્યા હતાં.
ર૪ ઓક્ટોબર ર૦ર૪ ના જસ્ટિસ સંજીવ ખન્નાની સીજેઆઈ પદ પર નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા ૧૬ ઓક્ટોબરે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાના નામની ભલામણ કરી હતી. આ પછી ૧૧ નવેમ્બર ર૦ર૪ ના રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને પદના શપથ લેવડાવ્યા. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ ૧૩ મે, ર૦ર૫, સુધી ચાલશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial