Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન શરૂ

વેરાવળ તા. ૧૧: યાત્રાધામ સોમનાથમાં તંત્રનું ફરીવાર ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. નાના લારી-ગલ્લા સહિતના રોડ પરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળ, સોમનાથ, જોડિયા શહેરમાં ત્રણ દિવસથી તંત્રની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળમાં ૧પ૦ થી વધુ દબાણો દૂર કરાયા છે. સોમનાથમાં શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી ૧પ૦ થી ગેરકાયદેસર દબાણો હટાવાયા છે.

આગામી રર તારીખથી સોમનાથમાં ચિંતન શિબિર યોજાનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા સૂચક ડિમોલિશનની કામગીરી તેજ કરાઈ છે. ગેરકાયદેસર બાંધકામને લઈ સરકાર એલર્ટ બની છે. ગીરસોમનાથ, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં સરકાર દ્વારા અનેકલેક્ટર દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈ અવારનવાર નોટીસો આપવામાં આવી છે તેમ છતાં બાંધકામ દૂર કરવામાં આવનું નથી જેને લઈ બુલડોઝર દ્વારા દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. ખંભાળિયા-જામનગર હાઈ-વે પર ગેરકાયદેસર બાંધામ કરીને હોટલ ચલાવાવમાં આવતી હતી. તે હટાવાઈ રહી છે.

આ પહેલા ગીર સોમનાથમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકોનો હોબાળો થયો હતો. ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ દૂર કરવાના પ્રયાસ સમયે હોબાળો યો હતો. દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી હતી.

જો કે, પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશન શરૂ કર્યું. ડિમોલિશનની કામગીરીમાં ૩૬ જેસીબી મશીન અને ૭૦ ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતાં. લગભગ ૧પ૦૦ પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. સમગ્ર કામગીરીમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ પોલીસ જવાનો અને એસઆરપી કંપનીનો ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh