Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાઃ
જામનગર તા. ૧૧: કાલાવડના લક્ષ્મીપુરમાં ખેત મજૂરી માટે આવીને રહેતા દાહોદના એક શ્રમિકે પોતાની માનસિક બીમારીના કારણે ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધુ છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં આવેલા રસિકભાઈ વેકરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના વતની જેકનભાઇ સુનાભાઈ સંગોડ નામના ૨૨ વર્ષના યુવાન છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા.
અવાર નવાર ગુમસુમ રહેતા આ યુવાનને માનસિક બીમારીની સારવાર આપવામાં આવી રહી હતી તેમ છતાં સારૂ થતું ન હતું. આ યુવાને શુક્રવારે સાંજે સાતેક વાગ્યે પોતાના રહેણાંકના સ્થળમાં છતમાં રહેલા હુકમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતા અન્ય વ્યક્તિઓએ નીચે ઉતારી આ યુવાનને સારવાર માટે ખસેડ્યા હતા. કાલાવડની સરકારી હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ સંતુભાઈ સુનાભાઈ સંગોેડે પોલીસને જાણ કરી છે. પોલીસ આત્મહત્યા અંગેની નોંધ કરી તેનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial