Advertisement
Author: નોબત સમાચાર

આજે મધ્યરાત્રિથી વિસ્તારા એરલાઈન્સ બની જશે ભૂતકાળઃ એર ઈન્ડિયામાં વિલિનિકરણ

હજારોના સ્ટાફ માટે ભાવુક પળઃ

નવી દિલ્હી તા. ૧૧: આજે મધ્યરાત્રિથી વિસ્તારા એરલાઈન્સ ભૂતકાળ બની જશે અને એર ઈન્ડિયામાં વિલિનિકરણ પછી તમામ સ્ટાફ, ફ્લાઈટો અને અન્ય સાધન-સામગ્રી એર ઈન્ડિયાનો ભાગ બની જશે. આ પળો વિસ્તારાના ૬પ૦૦ ના સ્ટાફ માટે ભાવનાત્મક હશે.

૧૧-૧ર નવેમ્બર ર૦ર૪ ની મધ્યરાત્રિ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ખૂબ જ ખાસ રહેશે. ખાસ કરીને વિસ્તારા એરલાઈન્સમાં કામ કરતા તમામ પાઈલોટ, એર હોસ્ટેસ અને અન્ય સ્ટાફ માટે આ રાત ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. કારણ કે ૧૧ નવેમ્બરના અંત સાથે વિસ્તારાના ૬,પ૦૦ સ્ટાફ, ૭૦ એરક્રાફ્ટ, પ૦ ડોમેસ્ટિક (૩ર) અને ઈન્ટરનેશનલ (૧૮) ડેસ્ટિનેશન પર દરરોજ ૩પ૦ ફ્લાઈટ્સનો પ્રવાસ ઈતિહાસ બની જશે. ૧ર નવેમ્બરની સવાર થતા જ આ બધું એર ઈન્ડિયામાં શિફ્ટ થઈ જશે.

આ સાથે ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચે ર૦૧૩ માં બનેલું સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઈન્સ ભૂતકાળ બની જશે. વિસ્તારા એરલાઈન્સની પ્રથમ ડોમેસ્ટિક ફ્લાઈટ પ જાન્યુઆરી ર૦૧પ ના દિલ્હીથી મુંબઈની હતી. એવી અપેક્ષા છે કે આ એરલાઈનની છેલ્લી ફ્લાઈટ પણ આ શહેરો વચ્ચે હશે. એરલાઈને પ ઓગસ્ટ ર૦૧૯ ના દિલ્હીથી સિંગાપોર સુધીની તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન કર્યું હતું.

એરલાઈન્સનું કહેવું છે કે વિસ્તારાના એર ઈન્ડિયા સાથે વિલિનિકરણ પછી મુસાફરોને પડતી કેટલીક સંભવિત સમસયાઓને ધ્યાનમાં રાખીને તેઓએ તેમના સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી છે. જેથી મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. વિસ્તારા એરલાઈન્સની લગભગ ૩પ૦ ફ્લાઈટસ પર દરરોજ લગભગ પ૦ હજાર મુસાફરો ઊડાન ભરતા હતાં. આ એરલાઈન ઝડપથી હવાઈ મુસાફરોમાં પોતાનું સ્થાન મેળવી રહી હતી, પરંતુ તે દરમિયાન નવેમ્બર ર૦રર માં તેના વિલિનિકરણની જાહેરાત કરવામાં આવી હતી. વિસ્તારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧ર નવેમ્બરથી થોડા દિવસો માટે જેમણે વિસ્તારાની ટિકિટ ખરીદી છે તેમના પર એઆઈ-ર લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવશે, પરંતુ ૧ર નવેમ્બરથી એર ઈન્ડિયા હેઠળ તમામ ફ્લાઈટ્સ ઉપડશે. વિસ્તારાના મુસાફરોને તમામ મહત્ત્વપૂર્ણ સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. જેથી તેમને ફ્લાઈટમાં વિલંબ, રી-શેડ્યુલ કે અન્ય કોઈ સમસ્યા જેવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરૂ, ચેન્નાઈ અને અન્ય મોટા એરપોર્ટ પર એર ઈન્ડિયાનો સ્ટાફ મસુાફરોની મદદ માટે ઉપલબ્ધ રહેશે. ૧ર નવેમ્બરથી વિસ્તારાના મુસાફરોએ પણ એરપોર્ટ પર એર ઈન્ડિયાના કાઉન્ટર પર જવું પડશે. તેમની ટિકિટ અપડેટ કરવામાં આવી રહી છે. વિસ્તારના મુસાફરો માટે થોડા દિવસો સુધી બોર્ડિંગ પાસ પર એઆઈ-ર લખવામાં આવશે. હાલમા વિસ્તારાના એરક્રાફ્ટનો લોગો પણ થોડા દિવસો માટે જુનો થઈ જશે, પરંતુ ધીરે ધીરે આ બધાને પણ એર ઈન્ડિયાના લોગોથી બદલવામાં આવશે.

આવતીકાલ, તા. ૧ર નવેમ્બરથી તમામ એરક્રાફ્ટના કોડ પણ બદલીને એર ઈન્ડિયામાં શિફ્ટ કરવામાં આવશે. ૧ર નવેમ્બરથી વિસ્તારા એરલાઈન્સના મુસાફરો માટે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ જેમણે લાઉન્જ અને અન્ય વધારાની સુવિધાઓનો લાભ લીધો છે તેમને અસર થશે. તેઓ તેને મેળવી શકશે નહીં, તેવું જણાવાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh