Advertisement
Author: નોબત સમાચાર

ભાઈના ઘેરથી નર્સરી જવા નીકળેલા જામનગરના યુવાન થઈ ગયા લાપત્તા

મોટાભાઈએ પોલીસને જાણ કરતા તપાસ શરૃઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક યુવાન પોતાના ભાઈના ઘરે ગયા પછી ત્યાંથી નીકળી જઈ ગુમ થઈ ગયા છે. તેમના મોટાભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.

જામનગરના સુભાષનગર વિસ્તારની શેરી નં.૨માં આવેલા રાજ રાજેશ્વરીનગરમાં રહેતા દીપકભાઈ નરશીભાઈ નડિયાપરા નામના ૪૨ વર્ષના યુવાન ગઈ તા.૧૬ના દિને મયુર વિલા સોસાયટીમાં રહેતા પોતાના મોટાભાઈ પ્રકાશભાઈ નરશીભાઈના ઘેર આવ્યા હતા. ત્યાંથી સાંજે છએક વાગ્યે નર્સરીએ જવાનું કહીને નીકળી ગયા હતા.

આ યુવાન રાત્રિ સુધી પોતાના ઘેર નહીં પહોંચતા  ગુમ થનાર ઉપરોક્ત યુવાનની તમામ સંભવિત સ્થાનોએ તપાસ કરવામાં આવ્યા પછી પણ પતો નહીં લાગતા મોટાભાઈ પ્રકાશભાઈએ પોલીસને જાણ કરી છે. આ યુવાન મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન તથા દાઢી રાખે છે. આ યુવાન અગાઉ ઉત્તરપ્રદેશમાં આવેલા બરસાનામાં ભક્તિ માટે પોતાના ઘરેથી ગયા પછી ત્યાં દોઢેક મહિનો રોકાયા હતા અને ત્યાંથી ઘેર પરત ફર્યા પછી પોતાના મોટાભાઈના ઘેર ગયા હતા અને ત્યાંથી ગુમ થયા છે. પોલીસે તેઓનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh