Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક અથડાવી રૂ. ૨૦ હજાર માંગ્યા પછી ખિસ્સામાંથી ત્રણેક હજાર લૂંટી લીધાઃ
જામનગર તા. ૧૧: કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તથા તેના ભાઈ પર ગઈકાલે સાંજે સાતેક જેટલા વિધર્મીએ હુમલો કરી માર મારતા બંને ભાઈને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે. બાઈક અથડાવી વિધર્મી શખ્સે રૂ. ૨૦ હજાર માંગ્યા પછી પોલીસમાં ફરિયાદ કરવા જતાં બંને ભાઈને રસ્તામાં રોકી લઈ રૂપિયા ત્રણેક હજાર ખિસ્સામાંથી ઝૂંટવી લીધા હતા અને માર માર્યાે હતો.
કાલાવડ શહેરના ગોવિંદ પરામાં રહેતા અને વિશ્વ હિન્દુ ૫રિષદના પ્રખંડ પ્રમુખ રમેશભાઈ કરશનભાઈ દોંગા નામના પ્રૌઢના ભાઈ હસમુખભાઈ ગઈકાલે બપોરે પોતાના મોટરસાયકલમાં જતા હતા ત્યારે સામેથી અફઝલ કાદરી નામનો શખ્સ મોટર સાયકલ પર ધસી આવ્યો હતો.
આ શખ્સે પોતાનું વાહન હસમુખભાઈના બાઈક સાથે ટકરાવી દીધા પછી પોતાના વાહનમાં નુકસાન થયું છે તેના પૈસા આપો તેમ કહી રૂ. ૨૦ હજાર માંગ્યા હતા. અચાનક થયેલા અકસ્માતથી હેબતાઈ ગયેલા હસમુખભાઈએ રૂ. ર-૩ હજાર આપવા તૈયારી પણ દર્શાવી હતી પરંતુ તે રકમ નથી જોઈતી, રૂ. ૨૦ હજાર આપો નહીં તો તમારે ખેતરે જવાનો રસ્તો આ જ છે તેમ કહી અફઝલે ગાળો ભાંડી ધમકી આપી હતી.
તે સ્થળેથી માંડ નીકળેલા હસમુખભાઈએ ઘેર આવી પોતાના ભાઈ રમેશભાઈને વાત કર્યા પછી આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા બપોરે ચારેક વાગ્યે રમેશભાઈ તથા હસમુખભાઈ પોલીસ મથકે જવા નીકળ્યા હતા. ત્યારે પંજેતનનગરમાં કોઠા પાસે રોકી લેવાયા હતા.
તે સ્થળે અન્ય બાઈકમાં ધસી આવેલા અફઝલ કાદરી તથા તેની સાથેના છએક શખ્સે રમેશભાઈ તથા હસમુખભાઈને ઉભા રહેવા માટે કહ્યું હતું પરંતુ મોટરસાયકલ ઉભુ રાખવામાં ન આવતા ધક્કો મારી બંને ભાઈને પછાડવાનો પ્રયાસ કરાયો હતો તે પછી અફઝલ તથા ત્રણ અજાણ્યા શખ્સે ઢીકાપાટુથી માર માર્યાે હતો અને રમેશભાઈના ખિસ્સામાંથી ૨૫૦૦થી ૩ હજાર જેટલી રકમ કાઢી લીધી હતી.
ઈજા પામેલા રમેશભાઈ તથા હસમુખભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની રમેશભાઈએ મોડીરાત્રે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતાં રાત્રે હોસ્પિટલમાં જિલ્લાભરના હિન્દુ આગેવાનો ઉમટી પડ્યા હતા. પીઆઈ એન.વી. આંબલીયાએ ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial