Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા તંત્ર સાથે કલેક્ટર કચેરીમાં શુભેચ્છા મુલાકાતમાં આપ્યો સંદેશ
દ્વારકા તા. ૧૧: કલેક્ટર કચેરી, ખંભાળીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરતા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રના કર્મયોગીઓને લોકોની અપેક્ષા પ્રમાણે નિર્ધારીત સમયમાં જનસેવાના કાર્યો પૂર્ણ કરવા હિમાયત કરી હતી.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખંભાળીયામાં શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ બેઠકમાં મંત્રી મૂળુભાઈ બરેાએ અધિકારીઓને નવું વર્ષ શુભમય રહે તે માટેની શુભેચ્છા પાઠવી હતી. કર્મયોગીઓને જનસેવાના કામોને અગ્રીમતા આપવા પણ જણાવ્યું હતું. વિકાસના કામો માટે તમામ પ્રકારનો સહયોગ મળશે, તેવું જણાવી મંત્રીએ અધિકારીઓ, કર્મચારીઓ સાથે જિલ્લાના વિકાસ અને જન સુખાકારીના કામોની રૂપરેખા રજૂ કરી હતી. નિર્ધારિત પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પૂર્ણ કરવા કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલનથી કામ કરવા જણાવી પ્રજાલક્ષી કાર્યોમાં બન્ને પાંખનું કામ એક રથના બે પૈડા જેવું છે, તેમ જણાવી સંકલનથી જો કામ કરવામાં આવે તો કામ ઝડપથી પૂર્ણ થાય છે. મંત્રીએ પ્રજાલક્ષી કાર્યોમાં અને વિકાસલક્ષી કામો માટે મેં નહીં હમની ભાવના સાથે કામ કરવા પણ દિશાદર્શન કર્યુ હતું. મંત્રીએ છેવાડાના લોકોને વધુને વધુ લોકસુવિધા કઈ રીતે મળી શકે તે માટે સંવેદનાપૂર્વક ચર્ચા કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી. અરજદારોને વધુને વધુ સુવિધા મળે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ-ગવર્નન્સ, ગુડ ગવર્નન્સનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દ્વારકા તીર્થસ્થળે થઈ રહેલા પ્રવાસનલક્ષી કામો અને આગામી આયોજનોની રૂપરેખા મંત્રીએ આપી હતી. આગામી સમયમાં જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં કલેક્ટર જી.ટી. પંડ્યાની સાથે અગાઉ કરેલી લોકસેવા અને સરકારની યોજનાકીય કામગીરીની અમલવારી બાબતે પ્રજાલક્ષી અભિગમના સંસ્મરણો રજૂ કરી રાજય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે કટીબદ્ધ છે, અને તે અંગે મંત્રી મૂળુભાઈ બેરાનું સતત આ જિલ્લાને માર્ગદર્શન મળતું રહેશે અને લોકસુવિધાઓમાં વધારો થશે તે અંગે ખુશી વ્યક્ત કરી જિલ્લાની ટીમ જનસુવિધા માટે તેમજ યોજનાઓનો લાભ આપવા માટે કાર્યરત છે, તે અંગે કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં આર.સી.એમ. મહેશ જાની, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, પંચાયત, રેવન્યુ, આરોગ્ય, સિંચાઈ, માર્ગમકાન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial