Advertisement
Author: નોબત સમાચાર

સારવારનો ખર્ચ ચૂકવવામાં અખાડા કરતી વીમા કંપનીને ફોરમનો હુકમ

વ્યાજ સાથે ચૂકવવો પડશે ક્લેઈમઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક મહિલાએ હેલ્થ પોલિસી મેળવ્યા પછી ઓપરેશન કરાવવું પડતા તેમાં થયેલા ખર્ચને ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરી દીધો હતો. વીમા કંપની સામે ગ્રાહક ફોરમ સમક્ષ ધા નખાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરના રીટાબેન રાજેન્દ્રભાઈ ધ્રુવે આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવી હતી. તે પછી રીટાબેનને હોસ્પિટલમાં સારવાર લેવી પડતા તેઓએ ઓપરેશન કરાવ્યું હતું.

સારવારમાં તેઓને કુલ રૂ. ૨,૬૨૧૨૮નો ખર્ચ થયો હતો. તે રકમ અંગે વીમા કંપની સમક્ષ કલેઈમ કરાતા વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું. આથી જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં રીટાબેને ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે સારવારના ખર્ચની રકમ નવ ટકા વ્યાજ સાથે તેમજ ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે રૂ. ૧૨ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, તન્મય જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh