Advertisement
Author: નોબત સમાચાર

ઈ-મેમોનો દંડ ન ભરનાર ૩૬૨૭ વાહનચાલકોને પાઠવાઈ નોટીસ

કમાન્ડ સેન્ટર અથવા લોકઅદાલતમાં ભરપાઈ કરવા સૂચનઃ

જામનગર તા. ૭ઃ જામનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને ઈ મેમો મળ્યા પછી પણ દંડની ભરપાઈ ન કરનાર ૩૬૨૭ વાહનના ચાલકોને નોટીસ પાઠવાઈ છે. કમાન્ડ સેન્ટરનો હાલમાં અથવા લોકઅદાલતમાં તે રકમ ભરી આપવા સૂચના જારી કરાઈ છે.

જામનગરમાં જાહેર માર્ગાે પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર આસામીઓને પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી પકડી પાડવામાં આવ્યા પછી જે તે વાહનચાલકને ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા પછી પણ કેટલાક આસામીઓ તે દંડની ભરપાઈ કરતા નથી.

આવા વાહનચાલકો સામે આગામી તા.૧૪ના દિને લોક અદાલતના માધ્યમથી કાર્યવાહી હાથ ધરાનાર છે ત્યારે વર્ષ ૨૦૨૧થી દંડની ભરપાઈ ન કરનાર ૩૬૨૭ વાહનચાલકોને લોકઅદાલત પહેલાં અથવા લોકઅદાલતમાં દંડ ભરી દેવા સૂચના આપવામાં આવી છે.

જે વાહનચાલકોને ઈ-મેમો મળ્યો હોય અને તેઓએ દંડની ભરપાઈ ન કરી હોય તેઓ લોક અદાલત પહેલાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી દંડ ભરી આપવા નોટીસ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh