Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશ ચતુર્થી-ગણેશ વિસર્જન દરમ્યાન
જામનગર તા. ૭ઃ ગણેશ ચતુર્થી અને ગણેશ વિર્સજનના તહેવાર દરમિયાન સાવચેતી રાખવા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ, પીજીવીસીએલના વીજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ સેન્ટ્રલ ઝોન કચેરી નાયબ ઈજનેર અજય પરમાર દ્વારા જાહેર જનતા તથા તમામ યુવક મંડળો, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વિવિધ મહિલા અને બાળ ગ્રુપો તેમજ ગણેશ ઉત્સવની તૈયારી કરતા તમામ લાગતા-વળગતા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.
તેમની યાદીમાં જણાવ્યા પ્રમાણે, જામનગર વર્તુળ કચેરી હેઠળ શહેર વિસ્તારોમાં હળવા તથા ભારે દબાણની વીજ લાઈન પસાર થતી હોય નીચે જણાવ્યા મુજબની કાળજી રાખવી.
ગણેશ મૂર્તિના આવકાર વિસર્જન દરમ્યાન વીજ લાઈનની નીચેની ખૂબ જ ઉંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહીં., તેમજ વીજ લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈપણ વસ્તુ વડે વીજ લાઈનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહીં., ગણેશ મૂર્તિના આગમન પહેલા, આયોજકો-મંડળોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો સંબંધિત પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી રસ્તામાં આવતી વીજ લાઈનની ઉંચાઈની ખરાઈ કરીને તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિ લઈ જવી., પ્રાણઘાતક-હળવા કે ભારે દબાણની વીજ લાઈનના ઈન્ડક્ષન ઝોનમાં આવવાથી કે વીજ લાઈનને અડકવાથી બીનપ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના છે. જેથી ગણેશજીની મૂર્તિ વીજ લાઈનથી સલામત અંતરે રાખી જે તે લાઈન નીચેથી પસાર કરવી અનિવાર્ય છે.
ગણેશ મૂર્તિના પંડાલ-મંડપ ઈલેકટ્રીકલ નેટવર્ક (૧૧ કેવી વીજ લાઈન), વીજ ટ્રાન્સફર્મર વગેરેથી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજ અકસ્માતની સંભાવના રહેલી છે. ભારે મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઈડ્રોલીક ડમ્પર તથા ઉંચાઈવાળા ભારે વાહનોને વીજ લાઈનની નીચે-નજીક ઉભા રાખવા નહીં.
જિંદગી અમૂલ્ય છે. તેને જોખમમાં ન મૂકીએ અને આવો આપણે સૌ જામનગરવાસીઓ આ તહેવારને સલામતીપૂર્વક આનંદ ઉલ્લાસથી ઉજવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial