Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાન-દિલ્હી વચ્ચે એક હાઈ-વે બન્યો રૂા.૧૮૯૬ કરોડના ખર્ચે અને વસૂલ્યા રૂપિયા ૮૩૪૯ કરોડ

જયપુર તા. ૭ઃ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર રોડ અને ટોલ વસૂલાતના મુદ્દે જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. ૧૮૯૬ કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈ-વે બનાવવામાં આવ્યો હતો, જ્યારે તેના પર બનેલા ટોલ પ્લાઝામાંથી ૮૩૪૯ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવ્યા પછી આ ચર્ચા શરૂ થઈ હતી. રાજસ્થાનના જયપુરથી પત્ર લખનાર દર્શકે કહ્યું કે દિલ્હી-જયપુર હાઈ-વે એટલે કે એનએચ-૮ પર મનોહરપુર ટોલ પ્લાઝા છે. આ ટોલ ઘણાં સમયથી વસૂલવામાં આવી રહ્યો છે. તેની કિંમત વસૂલ કરવામાં આવી છે. તે પછી પણ ટોલ બંધ કરવામાં આવી રહ્યા નથી.

આ નેશનલ હાઈ-વે પર મનોહરપુર સિવાય શાહજ્હાપુર અને દૌલતપુર બે ટોલ પ્લાઝા છે. આ પછી આજતકે આરટીઆઈ દ્વારા ત્રણેય ટોલ પ્લાઝાની માહિતી માંગી હતી. જેમાંથી એક આરટીઆઈનો જવાબ મળ્યો હતો.

આરટીઆઈમાં પૂછવામાં આવ્યું કે રાજસ્થાનમાં ગુરુગ્રામ-કોટપુતલી-જયપુરથી એનએચ-૮ નું નિર્માણ ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારે લાગુ કરવામાં આવ્યો? જવાબમાં જણાવાયું હતું કે આ ટોલ પ્લાઝા પર ૩-૪-ર૦૦૯ થી ટોલ વસૂલવામાં આવે છે. આ પછી આજતકે એ પણ પૂછ્યું હતું કે, રોડ બનાવવાનો ખર્ચ કેટલો થયો અને તેમાં સરકારનો કેટલો હિસ્સો હતો? કહેવામાં આવ્યું હતું કે હાઈ-વેના નિર્માણમાં ૧૮૯૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આરટીઆઈમાં આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ રોડ પર કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ર૦ર૩ સુધી આ ટોલમાંથી ૮૩૪૯ કરોડ રૂપિયા એકત્ર થયા છે. તમને જણાવી દઈએ કે આ રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા ૪ હાઈ-વે બનાવવામાં આવી શકે છે તેમજ આ ટોલ પ્લાઝા આજ સુધી બંધ કરવામાં આવ્યો નથી.

જ્યારે આ માહિતી મીડિયા દ્વારા સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. લોકો તેમની પોસ્ટ દ્વારા આ સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ ભરાય છે તો પછી રસ્તા પર મુસાફરી કરવા પર દર પ૦ કિલોમીટરે ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે? અન્ય એક યુઝરે કહ્યું કે જો આવા તમામ મોટા હાઈ-વેની પણ આરટીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો ૪ ગણા નફાના સમાન આંકડાઓ સામે આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh