Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૈતેઈ-કૂકી આવ્યા સામ સામે
ઈમ્ફાલ તા. ૭ઃ મણિપુરમાં ફરી હિંસા ભડકી છે, મૈતેઈ-કૂકી થયા સામ-સામે આવી ગયા હતાં અને અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. કૂકી અને મૈતેઈ જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. શંકાસ્પદ લોકોએ એક મકાનમાં આગ ચાંપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઘટનાસ્થળે અંધાધૂંધ ગોળીબાર ચાલુ છે. આ હુમલો જીરીબામ જિલ્લાના નુંગસેકપીમાં થયો હતો. જે જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ ૭ કિ.મી. દૂર છે.
આ પહેલા શુક્રવારે રાત્રે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના ઘર પર રોકેટ દ્વારા હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક વૃદ્ધનું મોત અને છ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા મણિપુરના સેનેજન ચિરાંગમાં વધુ એક ડ્રોન બોમ્બ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. મણિપુર પોલીસે એક્સ પર એક નિવેદનમાં આ માહિતી આપી હતી. આ સાથે જ એમ પણ કહ્યું કે, સુરક્ષાદળો વિસ્તારમાં તેહનાત છે. તાજેતરનો આ હુમલો 'શંકાસ્પદ કૂકી વિદ્રોહીઓ' દ્વારા લોન્ચ કરવામાં આવેલ અનેક ડ્રોન દ્વારા ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટુક ગામમાં બોમ્બમારોના એક દિવસ બાદ થયો છે. મણિપુરમાં ગત્ વર્ષે મે મહિનાથી શરૂ થયેલી જાતીય હિંસામાં ર૦૦ થી વધારે લોકોના મોત થયા છે અને એક વર્ષ પછી પણ સ્થિતિ સામાન્ય નથી થઈ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial