Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવારે મહાયજ્ઞ-મહાપ્રસાદ યોજાયાઃ વહેલી સવારે આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓઃ
જામનગર થી ર૦ કિ.મી. દૂર આવેલા સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે ભાદરવી સુદ-૪ના દિને દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનું અનેરૂ મહત્વ ભાવિકોમાં છે ત્યારે ગણેશ ચોથના આગલી રાત્રે જામનગરથી તેમજ આસપાસના ગામડાઓમાંથી અસંખ્ય લોકો પગપાળા સપડા જાય છે. મોડીરાત્રીના પગપાળા નિકળી અને વહેલી સવારે આરતીના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. ગઈકાલે રાત્રીના જામનગરથી અસંખ્ય શ્રધ્ધાળુઓએ પગપાળા ગણપતિબાપાના દર્શન કર્યા હતાં. ઠેર-ઠેર સેવા-કેમ્પ પણ ભાવિકો દ્વારા રાખવામાં આવ્યા હતાં. જેમાં પાણી, ચા, સરબત, નાસ્તાની સેવા આપવામાં આવી હતી. આજ રોજ સવારે સપડા સિદ્ધિવિનાયક મંદિરમાં મહાયજ્ઞ, મહાપ્રસાદ પણ યોજાયા હતાં. સપડા મંદિરના પૂજારી મિલનગીરી મહારાજ દ્વારા આ સમગ્ર આયોજનને પાર પાડવામાં આવે છે. વહેલી સવારે બાપાને આંગી કરી અને શણગાર કરવામાં આવે છે અને ભાવિકો માટે દર્શન ખૂલ્લા મૂકવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial