Advertisement
Author: નોબત સમાચાર

કેન્યાની સ્કૂલ બોર્ડિંગમાં ભીષણ આગથી ૧૭ બાળકોના મોતઃ ૧૩ની સ્થિતિ ગંભીર

મૃતાંક વધી શકેઃ ૧પ૦ બાળકોનો નિવાસ છેઃ

નીએરી કાઉન્ટી તા. ૭ઃ કેન્યાની નીએરી કાઉન્ટીમાં આવેલી સ્કૂલ બોર્ડીંગમાં આગે તાંડવ મચાવ્યું હતું. આ બોર્ડીંગમાં ૧પ૦ બાળકો નિવાસ સાથે અભ્યાસ કરે છે. ૧૩ બાળકો ગંભીર રીતે દાઝ્યા અને ૧૭ બાળકોના તો કરૂણ મૃત્યુ થયા છે. મૃતાંક વધી શકે છે.

કેન્યાની નીએરી કાઉન્ટી સ્કૂલ હીલ સાઈડ એન્ડશો પ્રાયમરી સ્કૂલમાં આવેલા બોર્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળતા ૧૭ બાળકોના મૃત્યુ થયા હતાં, જ્યારે અન્ય ૧૩ ને સખત દાઝી ગયા હતાં. આથી મૃત્યુઆંક વધવાની પણ ભીતિ છે તેમ પોલીસ અધિકારીએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું.

પોલીસ પ્રવક્તા રેસીલા ઓનિયાંગોએ આ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે આ બોર્ડીંગ સ્કૂલમાં ૧૪ વર્ષ સુધીના ૪ બાળકોને લેવામાં આવે છે. નીએરી કાઉન્ટીના કમિશનર પાયસ મુરૂગુએ અને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે બિલ્ડીંગમાં વિદ્યાર્થી રહે છે તે ત્રણ માળનું બિલ્ડીંગ છે. તેમાં ૧પ૦ વિદ્યાર્થીઓ રહે છે. મોટાભાગના મકાનો પાટિયાના જ બનેલા હોઈ, આગ ઝડપભેર ફેલાઈ જાય છે. આ સ્કૂલમાં કુલ ૮ર૪ વિદ્યાર્થીઓ છે. તે પાટનગર નૈરોબીથી ર૦૦ કિ.મી. ઉત્તરે આવેલા મધ્યસ્થ ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે.

મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં જંગલો પણાં હોવાથી મોટાભાગના ઘરો તો લાકડાના જ બનેલા હોય છે. તેથી આગ લાગવી સહજ છે. આ દુર્ઘટના પછી પ્રમુખ વિલિયમ હૂતોએ તે સમાચારોને હૃદય-દ્રાવક કહ્યા હતાં. સાથે એક્સ ઉપર કરેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે આ માટે જવાબદારોને સખતમાં સખત સજા કરાશે.

ઉપપ્રમુખ રિગાથી ગયાગુઆએ શાળાઓના વહીવટકર્તાઓને સલામતી માટે આપેલી માર્ગદર્શક રેખાને યોગ્ય રીતે અનુસરવા અનુરોધ કર્યો હતો. બાળકોને જવા-આવવાનો સમય બચે તે માટે ઘણાં માતા-પિતા, ખાસ કરીને જેઓ સ્કૂલથી દૂર રહે છે તેઓ તેમના બાળકોને બોર્ડીંગ સ્કૂલમાં મૂકે છે.

કેટલાક સમય પૂર્વે વિદ્યાર્થીઓએ જ કામના દબાણ અને બોર્ડીંગની પરિસ્થિતિ અંગે વિરોધ દર્શાવવા શાળાના મકાનને આગ ચાંપી હતી. તો ઘણીવાર ડ્રગના બંધાણીઓ ડ્રગના નશામાં જ સ્કૂલને આગ ચાંપી દેતા હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh