Advertisement
Author: નોબત સમાચાર

એસટી ડેપોમાંથી મોબાઈલ ચોરી કરી લેનાર શખ્સ ઝબ્બે

રૂા.રપ હજારનો ફોન કબજેઃ

જામનગર તા. ૭ઃ જામનગરના એસટી ડેપોમાંથી એક આસામીના સેમસંગ કંપનીના ફોનની ચોરી કરનાર શખ્સ નૂરી ચોકડી પાસેથી ઝડપાઈ ગયો છે.

જામનગરના એક આસામી ત્રણેક દિવસ પહેલાં એસટી ડેપોમાં આવ્યા હતા ત્યારે તેમનો રૂા.રપ હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

તેની તપાસ દરમિયાન સિટી એ ડિવિઝનના શૈલેષ ઠાકરીયા, હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ. ચાવડાની સુચનાથી દોડી ગયેલી ટીમે નૂરી ચોકડી પાસેથી હાપાના જવાહરનગરમાં રહેતા મનોજ વાલજીભાઈ રાઠોડ નામના શખ્સને દબોચી લઈ તલાશી લેતા તેના કબજામાંથી ચોરાઉ મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ કબજે કરી મનોજની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh